શરદે પવારે ઉદ્ધવ ઠાકરેને કહ્યું, ”તિકડે બાહેર થામ્બા?” વીડિયો થયો વાયરલ
મહારાષ્ટ્ર, 4 મે: આ વીડિયોમાં બોડી લેંગ્વેજ પરથી બંને નેતાઓ વચ્ચેની વાતચીત આરામદાયક અને સામાન્ય લાગે છે. આ વાયરલ વીડિયો પણ ઘણો નાનો એવો છે. 12 સેકન્ડનો આ વીડિયો શેર કરીને ભાજપે બંને નેતાઓના સંબંધોને લઈને સવાલો ઉઠાવ્યા છે. હાલમાં, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે પવાર ઉદ્ધવ ઠાકરેને રૂમ છોડવા માટે કહેતા જોવા મળી રહ્યા છે. જેના જવાબમાં, ઉદ્ધવે હાથ જોડીને શરદ પવારની અપીલ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું, ‘ઠીક છે, હું બહાર છું. વાયરલ થયેલા આ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે
ઉલ્લેખનીય છે કે બોડી લેંગ્વેજથી બંને નેતાઓ વચ્ચેની વાતચીત આરામદાયક અને સામાન્ય લાગી રહી છે. આ વાયરલ વીડિયો પણ ઘણો નાનો છે. 12 સેકન્ડનો વીડિયો જાહેર કરીને ભાજપે બંને નેતાઓના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. ભગવા કેમ્પે દાવો કર્યો છે કે બંને પક્ષો અને નેતાઓ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.
ભાજપના જીતેન ગઝરિયાએ શેર કર્યો વીડિયો
View this post on Instagram
મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા જીતેન ગઝરિયાએ પોતાના સોશિયલ મીડીયા હેન્ડલ પર આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ” શરદે પવારે ઉદ્ધવ ઠાકરેને વ્યસ્તતાના કારણે નમ્રતાપુર્વક બહાર નીકળી જવાનું કહે છે, શરદ પવાર દ્વારા ઉદ્ધવ ઠાકરે સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં લોકોના અલગ અલગ રિએક્શનો પણ જોવા મળી રહ્યા છે જેમાં એકે તો લખ્યું હતું કે “શું પતન છે!” આ વીડિયોમાં શરદ પવાર નમ્રતાથી ઉદ્ધવ ઠાકરેને બહાર રાહ જોવાનું કહે છે!”વિડિયોને નજીકથી જોતાં ખબર પડે છે કે શરદ પવારે ઉદ્ધવને અમુક સમય માટે ચોક્કસ જગ્યાએ રાહ જોવાનું કહ્યું હતું. ઉદ્ધવે સહજતાથી જવાબ આપ્યો, “ હું બાજુમાં છું.”