ટ્રેન્ડિંગનેશનલ

શરદ પવાર દિલ્હી પહોંચ્યા; બપોરે 3 વાગે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેશે ભાગ

Text To Speech

મુંબઈ: મહારાષ્ટ્ર શરદ પવાર Vs અજીત પવાર લાઇવ અપડેટ્સ: મહારાષ્ટ્રનું રાજકીય સંકટ સતત વધી રહ્યું છે. શિવસેના બાદ હવે NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. પેટર્ન શિવસેનાના ભાગલા જેવી જ દેખાઇ રહી છે. બુધવાર (5 જુલાઈ)થી આજ સવાર સુધીના અપડેટ્સ અનુસાર, શરદ પવાર અને અજિત પવાર બંને હવે NCP પર પોતપોતાના દાવા રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શરદ પવાર નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવીને દિલ્હી પહોંચી ગયા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના ભાવિની દૃષ્ટિએ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે બપોરે 3 વાગ્યે યોજાનારી આ બેઠકમાં જયંત પાટીલ, સુપ્રિયા સુલે, જિતેન્દ્ર અને અન્ય હાજર રહેશે.

શરદ પવારની પાર્ટી તરફથી નવા પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે
શરદ પવારની પાર્ટી તરફથી નવા પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે

વ્હાડ સહિત એનસીપીના લોકસભા અને રાજ્યસભાના સાંસદો હાજર રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં અજિત પવાર વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થઈ શકે છે. NCPના જૂના પોસ્ટર અને હોર્ડિંગ્સ જેના પર અજિત પવાર અને પ્રફુલ પટેલના ફોટો હતા તે હટાવવાની કામગીરી ચાલી રહી છે.

દિલ્હીમાં પણ NCP કાર્યાલયની બહારથી જૂના પોસ્ટર હટાવવામાં આવી રહ્યા છે. ત્યાં એક નવું પોસ્ટર લગાવવામાં આવી રહ્યું છે જેના પર ‘ગદ્દર’ લખેલું છે.

આ પણ વાંચો-મધ્યપ્રદેશ :પેશાબ કાંડના પીડિતનું મુખ્યમંત્રી નિવાસસ્થાને સન્માન, શિવરાજ ચૌહાણે પીડિતને સુદામા કહી પગ ધોયા

Back to top button