આગામી દિવસોમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવાના છે. ગુજરાતના 3 મોટા શહેરોમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. ત્યારે બાગેશ્વર બાબા આવે તે પહેલા જ ગુજરાતમાં તેને લઈને રાજકારણ ગરમાયું છે. એક બાદ એક મોટા નેતાઓ બાબા બાગેશ્વરને લઈને નિવેદન આપી રહ્યા છે. ત્યારે આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે ‘ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે,તેમ જણાવ્યું છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને શંકરસિંહ વાઘેલાનું નિવેદન
આગામી સમયમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો ‘દિવ્ય દરબાર’ અમદાવાદ, સુરત, રાજકોટમાં પણ યોજાવાનો છે જેને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે તેમના ગુજરાત આવવા પર ક્યાક સમર્થન તો ક્યાંક વિરોધનો સુર ઉઠી રહ્યો છે. ત્યારે હવે બાબા બાગેશ્વરને લઈને હવે રાજકારણ પણ શરુ થઈ ગયું છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ બાગેશ્વર બાબાને લઈને નિવેદન આપી રહ્યા છએ. ત્યારે આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ બાગેશ્વર બાબાને ભાજપનું માર્કેટિંગ બતાવી દીધું છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે, ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએઃ શંકરસિંહ વાઘેલા#DhirendraShastri #BabaBagheshwar #VIDEO #statement #BJP #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/tYCpsFb0hj
— Hum Dekhenge News (@humdekhengenews) May 19, 2023
આ પણ વાંચો : પત્નીની જાસૂસી કરવા પતિએ લગાવ્યા CCTV, પછી જે થયું તે જાણી રહેશો દંગ !
ભાજપ પર કર્યા પ્રહાર
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે “આ ભાજપનું માર્કેટિંગ છે. ધર્મના નામે ધતિંગ કરવાળા આ દેશમાં કોઈ ભૂખ્યા નથી મરતા,ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ, જે-જે આંધળા ભક્તો હોય તેમને ભગવાન માફ કરે, ભારતીય જનતા પાર્ટી આવા લોકોનો ઉપયોગ કરીને ખોટો ચમત્કારના નામે નાટક કરવાના, એ નાટક બંધ થવા જોઈએ, આપણે વૈજ્ઞાનિક યુગમાં જીવીએ છીએ, આ યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય”, વધુમાં તેમણે કહ્યું કે ” ભાજપ ધર્મના નામે ધતિંગ કરાવી રહી છે. ધ કેરલા સ્ટોરી, બજરંગબલી બધુ ભાજપનું કોલોબ્રેશન છે”.
આ પણ વાંચો : દ્રોપદી મુર્મૂ વિશે આ શું બોલી ઉઠ્યા શિક્ષણમંત્રી ? ભાષણ આપતા કુબેર ડિંડોરની જીપ લપસી