ગુજરાતટોપ ન્યૂઝ

બનાસ ડેરી ચૂંટણી : ચેરમેન પદે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની બિન હરીફ વરણી

Text To Speech

આજે બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બનાસડેરીના ચેરમેન અને વા.ચેરમેનની વરણી કરવામા આવી છે. બનાસડે રીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે.

બનાસ ડેરી-humdekhengenews

બનાસ ડેરીના ચેરમેન અને વા.ચેરમેનની વરણી

જાણકારી મુજબ બનાસ ડેરીના ચેરમેન અને વા.ચેરમેનની વરણી કરવામા આવી છે. જેમા શંકર ચૌધરી ફરી બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. જ્યારે ભાવાભાઈ દેસાઈ વાઈસ ચેરમેન બન્યા છે. આજે બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.જેમાં બનાસડે રીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તેમજ વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે. બંન્ને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પર ફરીથી શંકર ચૌધરી સત્તા પર આવ્યા છે.

 

અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે ફરી યોજાઈ હતી ચૂંટણી

મહત્વનું છે કે બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે ફરી બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં શંકર ચૌધરી ફરીથી બનાસડેરીના ચેરમેન બન્યા છે.

 આ પણ વાંચો : અમદાવાદનો આ બ્રિજ 15 દિવસ રહેશે બંધ !

Back to top button