શનિ ચાલશે સીધી ચાલ, ઉલટી ચાલ ચાલનારની હવે ખેર નથી!
- શનિ 15 નવેમ્બરે તેની ચાલમાં ફેરફાર કરશે, તમામ 12 રાશિ પર તેના પરિણામો જોવા મળશે, પરંતુ કેટલાક લોકોએ પર્સનલી ચેતવા જેવું ખરું
HD ન્યુઝ ડેસ્કઃ દિવાળીના માત્ર 15 દિવસ પછી એટલે કે 15 નવેમ્બર 2024ના રોજ શનિદેવની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે. જ્યારે પણ શનિ તેની ચાલમાં ફેરફાર કરે છે, ત્યારે તેની અસર મેષ, તુલા, મકર, કુંભ સહિત તમામ 12 રાશિઓ પર પડે છે. કુંડળીમાં શનિની શુભ અને અશુભ સ્થિતિ અનુસાર જીવનમાં પરિણામ જોવા મળે છે.
કળયુગમાં શનિની દૃષ્ટિ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે, એવું કહી શકાય કે શનિની નજરથી કોઈ બચી શકતું નથી, પછી તે રાજા હોય કે રંક. શનિ કોઈને છોડતો નથી. તમામ નવ ગ્રહોમાં શનિને ન્યાયાધીશનો દરજ્જો મળેલો છે. શનિના સ્વભાવ વિશે દરેક વ્યક્તિ જાણે છે કે તે ભૂલો માફ કરતા નથી.
હિંદુ કેલેન્ડર મુજબ દિવાળી પછી 15મી નવેમ્બરે શનિ માર્ગી થશે, એટલે કે અત્યાર સુધી શનિ જે વક્રી હતો તે હવે સીધી ચાલ ચાલશે. શનિ માર્ગી થઈને એ લોકો માટે પરેશાનીઓ આવે છે જેઓ ખૂબ દેખાડો કરે છે. તેઓ કહે છે કંઈક અને કરે છે કંઈક, જે લોકોના શબ્દો અને કર્મમાં તફાવત છે.
આવા લોકોને સજા આપવા માટે શનિ માર્ગી થઈ રહ્યો છે. શનિદેવને અનુશાસન પસંદ છે. તેમને કોઈપણ પ્રકારનો શો-ઑફ પસંદ નથી. તેઓ એવા લોકોથી ખુશ છે જેઓ સખત મહેનત કરે છે અને જેઓ બીજાની સેવા કરવાની ભાવના ધરાવે છે શનિદેવ તેમને આશીર્વાદ આપે છે. બીજાને છેતરનાર લોકો અને પોતાના સ્વાર્થ માટે ખોટું કરતાં લોકોને શનિદેવ સજા આપે છે.
ધનલાભ માટે ખોટું કરતા લોકો પર શનિની નજર
જે લોકો આર્થિક લાભ માટે કંઈ પણ ખોટું કરે છે, તેમના પર શનિની નજર હોય જ છે
ભગવાન શિવે શનિને ત્રણ લોકના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે, જે વ્યક્તિના સારા અને ખરાબ કર્મોની ગણતરી કર્યા પછી પરિણામ આપે છે. 15મી નવેમ્બરથી શનિ માર્ગી થઈને અત્યંત શક્તિશાળી બનશે, તેથી જે લોકો જૂઠું બોલીને અને બીજાને છેતરીને આર્થિક લાભ મેળવે છે તે શનિદેવના નિશાન પર છે.
શનિ માર્ગી થતા જ એવા લોકો સમાજમાં ખુલ્લા પડશે અને તેમણે દંડની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેમની પોલ ખુલી જશે અને તેમનું માન-સન્માન ઘણું ઓછું થઈ જશે.
મહેનત કરતા લોકોએ નિરાશ ન થવું
જેઓ સખત મહેનત કરે છે તેમણે નિરાશ થવાની જરૂર નથી. શનિ માર્ગી થઈને તેમના માટે સારા પરિણામ લાવશે. જ્યોતિષમાં શનિદેવ મહેનતનો કારક છે. જે લોકો પોતાનું કામ ઈમાનદારી અને જવાબદારીથી કરે છે, તેમને શનિ ચોક્કસપણે શુભ ફળ આપે છે.
આ પણ વાંચોઃ દિવાળીમાં ગુરૂ-શનિની વક્રી ચાલથી 3 રાશિઓનો રાજયોગ, કોને થશે ફાયદો?