શનિ બદલશે ચાલઃ જાણો ક્યારથી તારીખથી બદલાશે આ રાશિઓની કિસ્મત


- શનિ 17 જુન 2023ના રોજ સ્વરાશિમાં વક્રી અવસ્થામાં આવશે
- શનિની વક્રી ચાલ ચાર રાશિઓને શુભ પરિણામો આપશે
- સિંહ રાશિના જાતકોના સાતમા ભાવમાં શનિની વક્રી ગતિ હશે
ન્યાયનો દેવતા શનિ 17 જુન 2023ના રોજ રાતે 10.48 મિનિટે સ્વરાશિ કુંભમાં વક્રી અવસ્થામાં આવી જશે. શનિની વક્રી ગતિનો પ્રભાવ એ વાત પર નિર્ભર કરે છે કે તમારી કુંડળીમાં આ ગ્રહ કયા ભાવમાં સ્થિત છે. શનિની આ વક્રી ચાલ ચાર રાશિઓ માટે શુભ રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોના સપ્તમ ભાવમાં શનિની વક્રી ગતિ હશે. તેના પ્રભાવથી તમારા કમાણીના સાધનો વધશે. લાંબા સમયથી અટકેલા કામ થશે. તમે પ્રગતિ કરશો. વેપાર સાથે જોડાયેલા અવસરો પ્રાપ્ત થશે. આ અવસર શ્રેષ્ઠ હશે અને આર્થિક લાભ લાવશે.
ધન રાશિ
શનિની વક્રી ચાલ ધન રાશિના જાતકોને અનિશ્વિત લાભ આપશે. આ સમયગાળામાં તમને અનેક પ્રકારના લાભ મળશે અને ઘણા મહત્ત્વના કાર્ય થશે. નોકરિયાતને સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. મહેનતનું ફળ મળશે. વિદ્યાર્થીઓ માટે શનિની વક્રી ચાલ અનુકુળ રહેશે.
મકર રાશિ
શનિની વક્રી ચાલ તમારા બીજા ભાવમાં હશે, તેનાથી મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે, જો તમે પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યા હશો તો આ સમય ગાળો સારો રહેશે. મકર રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે શનિની વક્રી ચાલ બારમા ભાવમાં હશે. તમને વિદેશ યાત્રાનો અવસર પ્રાપ્ત થશે અને આ ગોચરના ફળ સ્વરૂપે તમારા વેપારમાં વૃદ્ધિ થશે. તમે પ્રગતિ કરશો
આ પણ વાંચોઃ Hey Women, આ ટિપ્સ અપનાવીને તમે બની શકો છો પોઝિટીવ