ટ્રેન્ડિંગધર્મવિશેષ

શનિ-રાહુ આવનારા 18 મહિના સુધી ત્રણ રાશિઓ પર રહેશે મહેરબાન

Text To Speech
  • હાલમાં શનિ-રાહુ મળીને એક દુર્લભ સંયોગ બનાવી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુએ 8 જુલાઈ 2024ના રોજ શનિના ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. રાહુ શનિના નક્ષત્રમાં લગભગ 18 મહિના સુધી વિરાજમાન રહેશે

જ્યોતિષમાં શનિ અને રાહુને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહોની સ્થિતિમાં પરિવર્તની અસર માનવજીવન પર વિશેષ પડે છે. શનિ-રાહુ મેષથી મીન સુધીની રાશિને પ્રભાવિત કરતા હોય છે. હાલમાં શનિ-રાહુ મળીને એક દુર્લભ સંયોગ બનાવી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુએ 8 જુલાઈ 2024ના રોજ શનિના ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. રાહુ શનિના નક્ષત્રમાં લગભગ 18 મહિના સુધી વિરાજમાન રહેશે. રાહુના શનિના નક્ષત્રમાં આવવાની અસર તમામ 12 રાશિઓને થશે. જાણો આ સમયગાળા માટે ભાગ્યશાળી રાશિઓ કઈ હશે?

શનિ-રાહુ આવનારા 18 મહિના સુધી ત્રણ રાશિઓ પર રહેશે મહેરબાન hum dekhenge news

વૃષભ રાશિ

વૃષભ રાશિના સ્વામી શુક્ર છે. શનિ-રાહુ સાથે શુક્રની મિત્રતા છે. આવા સંજોગોમાં શનિ-રાહુનો સંયોગ વૃષભ રાશિના લોકો માટે સારો રહેશે. આ સમયગાળામાં તમને નોકરીમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. વ્યાપારિક સ્થિતિ સારી રહેશે. રાહુ-શનિના પ્રભાવથી તમે કોઈ મોટો સોદો કરવામાં સક્ષમ રહેશો. તે તમને ભવિષ્યમાં લાભ પહોંચાડશે. તમારી આવકમાં વધારો થવાના સંકેત પણ છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો રાહુ-શનિની કૃપાથી સારા પરિણામ પ્રાપ્ત કરશે. ભાગ્ય તેમને સાથ આપશે. કાર્યોમાં સફળતા મળશે. નોકરિયાત જાતકો માટે આ સ્થિતિ અત્યંત શુભ રહેશે. પૈતૃક સંપતિ મળવાના સંકેત છે. નોકરી માટે નવા પ્રસ્તાવ મળી શકે છે. કોઈ શુભ સમાચાર મળે તેવી શક્યતાઓ છે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. યાત્રાના પણ યોગ છે.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે શનિ અને રાહુનો આ સંયોગ ખૂબ જ લાભકારી રહેશે. આ સમયગાળામાં તમારા ધન, સાહસ, પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આકસ્મિક ધનલાભના અવસર મળશે. નોકરિયાક લોકોની આવકમાં વૃદ્ધિ થશે, પ્રમોશનની તકો છે. વેપારીઓ માટે આ સમયગાળો નફાનો રહેશે.

આ પણ વાંચોઃ સોનુ પહેરવાથી ચમકે છે આ રાશિઓની કિસ્મત, કોણે ન પહેરવું?

Back to top button