શનિનું નક્ષત્ર પરિવર્તન, આગામી 55 દિવસ આ રાશિઓ પર શનિ કૃપા
- શનિ વક્રી અવસ્થામાં 15 ઓક્ટોબર સુધી રહેશે
- શનિનું શતભિષા નક્ષત્રમાં ગોચર થયુ
- શનિની વક્રી અવસ્થા મેષ રાશિના જાતકો માટે ફળદાયી
વૈદિક જ્યોતિષમાં શનિને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ શનિ ગોચર કરે છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. શનિ ગ્રહ ગઇકાલથી વક્રી અવસ્થામાં શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં ગોચર કરી ચુક્યો છે. આ નક્ષત્રમાં શનિ 15 ઓક્ટોબર સુધી વક્રી અવસ્થામાં જ રહેશે. શનિનું ગોચર 5 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ચાલો જાણીએ કઈ 5 રાશિઓ માટે શનિનું ગોચર ફળદાયી રહેશે.
મેષ રાશિ પર શનિનો પ્રભાવ
શનિની વક્રી અવસ્થા મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયી રહેશે. આ સમય દરમિયાન, જો તમે કોઈ નવી યોજના શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને સારો લાભ મળશે. સાથે જ શનિ વેપારીઓને પણ લાભ આપશે. નોકરિયાત લોકો પર પણ શનિની વિશેષ કૃપા રહેશે. તેમને આગળ વધવાની વધુ તકો મળશે.
મિથુન રાશિ પર શનિની અસર
વક્રી શનિના શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવાનું મિથુન રાશિના જાતકો માટે શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તેમને સારા ફળ મળશે. આ સમયગાળા દરમિયાન તમે હાથ ધરેલી બધી યાત્રાઓ સફળ થશે અને તમને ઘણો ફાયદો થશે. જે લોકો વિદેશ જવાની કોશિશ કરી રહ્યા છે તેમને આ સમયગાળા દરમિયાન ઘણી હદ સુધી સફળતા મળશે.
સિંહ રાશિ પર શનિની અસર
વક્રી શનિ સિંહ રાશિના જાતકોની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવશે. આ દરમિયાન તમને તમારી કારકિર્દીમાં સારી તકો મળવાની છે. નોકરી કરતા લોકોને પણ સફળતા મળશે. જે કામ તમે ઘણા સમયથી કરવાનું વિચારી રહ્યા હતા તે હવે પૂર્ણ થશે. આ સાથે જ તમને શનિદેવની કૃપાથી અઢળક ધન પ્રાપ્ત થશે.
તુલા રાશિ પર શનિનો પ્રભાવ
શતભિષા નક્ષત્રમાં શનિનું ગોચર તુલા રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી સારી રહેશે. તમને સારો એવો ધન લાભ થઇ શકે છે. કરિયરની દૃષ્ટિએ પણ આ સમય ખૂબ જ ફળદાયી રહેવાનો છે. આ સાથે જ તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ પણ મળશે.
ધન રાશિ પર શનિની અસર
ધન રાશિના નોકરિયાત જાતકોને શનિની વક્રી ગતિ સફળતા અપાવશે. આ રાશિના જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના બોસ તરફથી વખાણ સાંભળવા મળશે. જેના કારણે તમારા પ્રમોશનના ચાન્સ પણ બની શકે છે.
આ પણ વાંચોઃ શ્રાવણ મહિનાના દિવસોમાં કરો આ કામ, ભગવાન શિવ કરશે મનોકામના પુર્ણ