શનિદેવનો 30 વર્ષ બાદ દુર્લભ રાજયોગ, ત્રણ રાશિઓને કરશે માલામાલ
- શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ 30 વર્ષ લાગે છે. હાલમાં શનિ પોતાની કુંભ રાશિમાં મૂળ ત્રિકોણ સ્થિતિમાં વિરાજમાન છે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષમાં શનિદેવને કર્મફળદાતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. દરેક વ્યક્તિને તેના કર્મોના આધારે ન્યાય આપનાર શનિદેવ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ 30 વર્ષ લાગે છે. હાલમાં શનિ પોતાની કુંભ રાશિમાં મૂળ ત્રિકોણ સ્થિતિમાં વિરાજમાન છે. શનિ પોતાની રાશિમાં હોવાથી શશ પંચ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે, જે ખૂબ જ શુભ છે.
શશ પંચ મહાપુરુષ રાજયોગ તમામ 12 રાશિઓના લોકોના જીવનને પ્રભાવિત કરી રહ્યો છે. તેમાંથી 3 રાશિઓ એવી છે જેને આ રાજયોગનો પૂરો લાભ મળશે. તેમજ આ લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. જ્યોતિષ શાસ્ત્રના આધારે જ્યારે શનિદેવ તુલા, મકર અને કુંભ રાશિમાં લગ્ન કે ચંદ્રમાથી પહેલા, ચોથા, સાતમા કે દસમા ભાવમાં હોય છે ત્યારે શશ પંચ મહાપુરુષ રાજયોગ રચાય છે. જે પણ વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોય તેને લાભ થાય છે.
વૃષભ (બ,વ,ઉ)
શશ પંચ મહાપુરુષ રાજયોગના શુભ પ્રભાવને કારણે વૃષભ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. તેમજ આ લોકો માટે નવું મકાન, વાહન અને મિલકત ખરીદવા માટે સમય અનુકૂળ છે. પરિવર્તન માટે આ શ્રેષ્ઠ સમય છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે.
તુલા (ર,ત)
શશ પંચ મહાપુરુષ રાજયોગના શુભ પરિણામો તુલા રાશિના લોકોના જીવનમાં પણ જોવા મળશે. આ લોકોને ભૌતિક સુખ-સુવિધાઓ મળશે. સમાજમાં તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે. સ્વાસ્થ્ય માટે પણ આ સમય સારો રહેશે.
મકર (ખ,જ)
મકર રાશિની સાડે સાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. વિદાય લેતી વખતે શનિદેવ આ લોકોને ઘણી સારી વસ્તુઓ આપવાના છે. શશ પંચ મહાપુરુષ રાજયોગના શુભ પ્રભાવથી આ લોકોના લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. કાર્યસ્થળ પર તેમને વરિષ્ઠોનો સહયોગ મળશે. જીવનમાં એક પછી એક સુખ આવશે.
આ પણ વાંચોઃ નવા વર્ષમાં બુધ અને શનિ મળીને બનાવશે દુર્લભ યોગ, જાણો કોને મજા?
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ