શનિદેવ 138 દિવસ સુધી કરશે ત્રણ રાશિને પરેશાન, નાણાકીય તકલીફ થઈ શકે
- વર્ષ 2024માં શનિદેવ કુલ 138 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે. શનિદેવ 13 જુલાઇથી 28 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં રહેશે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષીય ગણતરી મુજબ નવા વર્ષમાં શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. તેમજ આ વર્ષે શનિદેવ કુલ 138 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે. શનિદેવ 13 જુલાઇથી 28 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં રહેશે, આ કારણે 3 રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ લોકોને આર્થિક નુકસાનની સાથે-સાથે અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જાણો કઈ છે એ ત્રણ રાશિઓ.
વૃષભ (બ,વ,ઉ)
વૃષભ રાશિના લોકોને શનિની વક્રી અવસ્થા વધુ પ્રભાવિત કરશે. આ લોકોને બિઝનેસમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો આર્થિક સ્થિતિ નબળી છે, તો પરિવારમાં પરેશાનીઓ થવાની સંભાવના છે. આ લોકોએ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે, નહીં તો કામ અને પૈસાની ખોટ પડી શકે છે.
મિથુન (ક,છ,ઘ)
મિથુન રાશિના જાતકોને શનિની ઉલટી ચાલના કારણે પૈસાની તંગી રહેશે. એક પછી એક સતત નુકસાનને કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે, જેના કારણે માનસિક તણાવ રહેશે. તમે તમારા માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત રહેશો. વિવાહિત જીવનમાં મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે. જમીનના સોદામાં નુકસાન થઈ શકે છે.
સિંહ (મ,ટ)
સિંહ રાશિના જાતકો માટે શનિની વક્રી ગતિ હાનિકારક રહેશે. આ લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. મિલકત સંબંધિત વિવાદોમાં પણ નિષ્ફળતા મળશે. અત્યારે નોકરી બદલવાનો નિર્ણય ન કરો, નહીં તો તમને પસ્તાવો થઈ શકે છે. સારી તકની રાહ જુઓ.
આ પણ વાંચોઃ 4 જાન્યુઆરીએ બુધ કરશે રાશિ પરિવર્તન, આ ચાર રાશિનું જીવન બદલાશે
આ પણ વાંચોઃ પ્રયાગરાજને કેમ કહેવાય છે તીર્થરાજ? જાણો શું છે કથા