ટ્રેન્ડિંગધર્મ

શનિદેવ હોળી બાદ કરશે રાશિ પરિવર્તન, ત્રણ રાશિઓને કરશે માલામાલ

Text To Speech
  • શનિદેવ 29 માર્ચ 2025, શનિવારના રોજ હોળી બાદ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ પૂરા 30 વર્ષ પછી થશે, જ્યારે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે

HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્મફળદાતા શનિદેવ 29 માર્ચ 2025, શનિવારના રોજ હોળી બાદ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ પૂરા 30 વર્ષ પછી થશે, જ્યારે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. જોકે, શનિદેવના આગમન સાથે, લોકોની સ્થિતિ બગડવા લાગે છે, પરંતુ 3 રાશિઓ એવી છે જેમને મીન રાશિમાં શનિના ગોચરથી ફાયદો થશે. આ લોકોને અચાનક આર્થિક લાભ થશે. ચાલો જાણીએ તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે

વૃષભ (બ,વ,ઉ)

૧૪ માર્ચે હોળી છે અને તે પછી ૨૯ માર્ચે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવનું આ ગોચર વૃષભ રાશિના લોકોને ફાયદાકારક રહેશે. આ લોકોની આવકમાં વધારો થશે. નોકરી કરતા લોકો માટે આ સમય સારો રહેશે. રોકાણથી લાભ થવાની શક્યતા રહેશે. લાંબા સમયથી અટવાયેલા નાણા પ્રાપ્ત થશે. તેમજ વ્યવસાયમાં સારા નફાને કારણે નાણાકીય સ્થિતિ મજબૂત થશે. જોકે કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

શનિદેવ હોળી બાદ કરશે રાશિ પરિવર્તન, ત્રણ રાશિઓને કરશે માલામાલ hum dekhenge news

ધનુ (ભ,ફ,ધ,ઢ)

માર્ચ મહિનામાં શનિના ગોચરથી ધનુ રાશિના લોકોને પણ ફાયદો થવાનો છે. આ લોકોના જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. વાહન અને મિલકતથી લાભ થશે. તમારા કાર્યસ્થળ પર તમને માન-સન્માન મળશે. વ્યવસાયમાં મોટો સોદો થવાથી સારો નફો થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. માતા-પિતા સાથે સકારાત્મક સમય વિતાવવાની તક મળશે. તમે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવામાં સફળ થશો અને નાણાકીય લાભ વધતો રહેશે.

મકર (ખ,જ)

જ્યારે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે મકર રાશિના લોકો માટે સારા સમયની શરૂઆત થશે. આ જાતકો પર ચાલી રહેલી શનિની સાડાસાતીનો અંત આવશે. ઉપરાંત શનિદેવ આ લોકોને આત્મવિશ્વાસ અને હિંમત પ્રદાન કરશે. આ લોકો માટે વાહન અને મિલકત ખરીદવા માટે સમય અનુકૂળ રહેશે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળવાથી કારકિર્દીમાં પ્રગતિના દ્વાર ખુલશે. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પણ મધુરતા આવશે.

આ પણ વાંચોઃ ત્રિપુષ્કર યોગમાં ફેબ્રુઆરી મહિનાનું પહેલું પ્રદોષ વ્રત, જાણો શુભ મુહૂર્ત

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button