કાલે શનિ અમાવસ્યા : આ ઉપાયથી શનિદેવ થશે પ્રસન્ન
પંચાગ અનુસાર કાલે દિવસે મહા વદ અમાસની તિથિ છે. તેને શનેશ્વરી અમાસ પણ કહે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. શનિવાર અને શનેશ્વરી અમાસનો સંયોગ છે. આ દિવસે પિતૃકૃપા, શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટેનો ઉત્તમ દિવસ બની રહેશે. સાથે જ વિવિધ દોષોમાંથી મુકત થવા માટે પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દ્વારા વિશિષ્ટ જાપ-અનુષ્ઠાન અને પૂજન કરવામાં આવશે. આ દિવસે શનિ ગ્રહની શાંતિના ઉપાયો કરવાથી શનિ ગ્રહનું શુભ ફળ મળે છે. આ સાથે શનિની સાડા સાતી અને ઢૈય્યા સહિત દુષ્પ્રભાવથી બચવામાં પણ મોટી મદદ મળે છે. શનિ અમાસ પર પિતૃદોષ, કાળ સર્પ દોષ, વિષ યોગ, અમાસ દોષ, શનિની સાડા સાતી, શનિની મહાદશા શાંતિના ઉપાયો માટે સારી રહે છે. આ દોષની શાંતિ માટે શનિનો અભિષેક કરવો.
આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા મળશે : શનિદેવની કૃપા મેળવવા માટે શનિ અમાવસ્યાના દિવસે નવગ્રહ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરો. સાથે જ દશરથ દ્વારા રચિત શનિ ચાલીસા અને શનિ સ્તોત્રનો પાઠ કરો અને પછી શનિદેવના મંત્રનો જાપ કરો. આ પછી શનિદેવને તેલ, કાળા તલ અને બ્લુ રંગના ફૂલ ચઢાવો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
આ ઉપાયથી નોકરીમાં થશે પ્રગતિ : શનિશ્ચરી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પીપળના મૂળમાં દૂધ અને પાણી અર્પિત કરો અને પછી પીપળના પાંચ પાન પર પાંચ પ્રકારની મીઠાઈઓ રાખો અને પીપળ પાસે રાખો, ત્યારબાદ ઘીનો દીવો કરો અને સાત પરિક્રમા કરો. આ ઉપરાંત, જો શક્ય હોય તો પીપળનું ઝાડ વાવો અને રવિવાર સિવાય દરરોજ તેને પાણી આપો. આમ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.
આ ઉપાય જીવનમાં સમૃદ્ધિ લાવે છે : શુક્રવારના દિવસે 250 ગ્રામ કાળા અડદને કાળા કપડામાં બાંધીને પોતાની પાસે રાખો અને સૂઈ જાઓ. ધ્યાન રાખો કે તમારી નજીક કોઈને ન સુવડાવો. ત્યારબાદ તેને શનિવારે શનિ મંદિરમાં રાખી આવો. આ ઉપરાંત સાંજે કાળા કાજળની એક શીશી લો અને તેને માથાથી પગ સુધી નવ વાર ઉતારો અને તેને એકાંત જગ્યાએ જમીનમાં દાટી દો. આમ કરવાથી શનિ દોષ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
શનેશ્વરી અમાસના દિવસે કરો આ ઉપાય : આ દિવસે પીપળાના વૃક્ષની પરિક્રમા કરો તથા સવારે વહેલા ઉઠીને વૃક્ષને દૂધ ચડાવો. ઉપરાંત સાંજે પશ્ચિમ દિશામાં તેલનો દીવો પ્રગટવો. ‘ૐ શં શનેશ્ચરાય નમ:’ મંત્ર બોલીને પરિક્રમા કરો. શનિ અમાસના દિવસે શનિદેવની પૂજા કરતી સમયે ૐ પ્રાં.પ્રીં.પ્રૌં. સ: સનિશ્ચરાય નમ: મંત્રનો જાપ કરો. આ ઉપાય શનિ દોષને દૂર કરે છે. આ સાથે જ શનિ સ્ત્રોતનો પાઠ પણ કરવાથી સફળતા મળે છે.કાળી ગાયનું પૂજન કરીને બૂંદીના 8 લાડુ ખવરાવીને તેની પરિક્રમા કરો અને તેનું પૂંછડુ આઠ વખત પોતાના માથે અડાડો.કાળા કૂતરાને રોટલી ખવડાવો. આ ઉપરાંત કાળા ઘોડાની નાળને ઘરના દરવાજા પર સ્થાપિત કરો.શનેશ્વરી અમાસના દિવસે શનિદેવની સાથે ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરો. આમ કરવાથી શનિ દોષથી છૂટકારો મળે છે અને સાથે જ દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે.
શનિ દોષથી છુટકારો મેળવવા માટે કરો આ સરળ ઉપાય : જીવનના તમામ અવરોધોને દૂર કરવા માટે દરેક વ્યક્તિએ ખાસ કરીને શનિ અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને પછી જળ ચઢાવવું જોઈએ. આ પછી સાંજે શનિદેવની સામે અને પીપળના ઝાડ પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
શનિદેવને કરો તલ-તેલનો અભિષેક : ધાર્મિક માન્યતા અનુસાર શનિ અમાવસ્યા પર પંચામૃત સ્નાન કરો, શનિદેવને તલ-તેલનો અભિષેક કરો અને તેની સાથે શનિદેવની સામે શનિ ચાલીસાનો પાઠ કરો. આ સિવાય શનિ મંદિરમાં જઈને કષ્ટોથી મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરો અને શનિદેવની મૂર્તિ સામે સરસવના તેલનો દીવો અને મીઠાઈઓ ચઢાવો. તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઇએ.
આ ઉપાય કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે : શનિશ્ચરી અમાવસ્યાના એક દિવસ પહેલા તમારે કેટલીક વસ્તુઓ એકત્રિત કરવી પડશે. આમાં તમે 11 નારિયેળ પાણી, 400-400 ગ્રામ કાળો-સફેદ તલ, 8 મુઠ્ઠી જવ, 9 ખિલ્લા, 8 મુઠ્ઠી કાળા ચણા, 8 મુઠ્ઠી કોલસો લો. આ પછી, અમાવાસ્યાના દિવસે સાંજ પહેલા, આ બધી વસ્તુઓને એક નવા કાળા કપડામાં બાંધો અને તમારા પગથી માથા સુધી સાત વાર ફેરવો. આ પછી નદીના કિનારે પૂર્વ દિશા તરફ મુખ કરીને 1-1 કરીને બધી વસ્તુઓને નદીમાં વહાવી દો. આમ કરવાથી શનિ સાડાસાતી અને ઢૈય્યાના દોષોથી મુક્તિ મળે છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે.