ટ્રેન્ડિંગફન કોર્નરબિઝનેસયુટિલીટીવર્લ્ડવિશેષ

Hello Kitty/ કરોડો દિલો પર રાજ કરતું અદ્ભૂત કેરેક્ટર, સર્જનને પૂરા થયા 50 વર્ષ

HD ન્યૂઝ ડેસ્ક :   હેલો કિટ્ટી એક એવું કાલ્પનિક કેરેક્ટર જે આજે આખી દુનિયામાં ફેમસ છે. બાળકોમાં તો તેનું એક અલગ જ સ્ટારડમ છે. લંચ બોક્સ, બેગ, કપડાં, સ્ટેશનરીના સામાન કે પછી નોટબુક, કોઈક ને કોઈક રીતે તે આપણાં બાળપણનો અભિન્ન હિસ્સો રહી છે હેલો કિટ્ટી. 1 નવેમ્બર 1974માં બનાવવામાં આવેલા આ કાર્ટૂને ગયા મહિને 50 વર્ષ પૂર્ણ કર્યાં. આજે અમને તમને Hello Kitty વિશે કેટલાક એવા ફેક્ટસ વિશે અવગત કરાવીશું કે જાણીને તમને પણ નવાઈ લાગશે.

શું છે Hello Kitty?

Hello Kitty 1974માં જાપાનીઝ કંપની સેનરીયો દ્વારા બનાવવામાં આવેલું થોડું અલગ, મોં વગરનું બિલાડી જેવું દેખાતું ક્યુટ કાર્ટુન છે. તેને આમ તો યુકો શિમિઝુ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, તે બાળકો માટે, યંગ ગર્લ્સ માટે બનાવવામાં આવી હતી, પરંતુ તે એટલી પ્રખ્યાત થઈ કે પુખ્ત વયના લોકોને પણ હેલો કિટ્ટીનું આકર્ષણ હતું. લોકો તેના દિવાના બની ગયા, દુનિયાભરમાં તેનું વેચાણ વધ્યું.

Hello Kitty કોણ છે?

હેલો કિટ્ટી - HDNews

હેલો કિટ્ટી એક નાનકડી, ગોળમટોલ અને મોં વિનાની સફેદ બિલાડી છે જેણે વિશ્વમાં ખૂબ જ સુંદર અને કોમળ પાત્ર તરીકે ઈન્ટ્રોડ્યુસ કરવામાં હતી, જેના પછી તે એક સાંસ્કૃતિક ચિહ્ન અને વૈશ્વિક સ્તરે જાણીતી બ્રાન્ડ બની હતી. સમગ્ર વિશ્વમાં, હેલો કીટી પર આધારિત શાળામાં ઉપયોગી આઈટમો, કપડાં, લંચ બોક્સ સહિતની વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી. હેલો કિટ્ટી પર આધારિત એનિમેટેડ ટેલિવિઝન શો અને ફિલ્મો બનવાનું શરૂ થયું જે સુપરહિટ રહ્યાં.

હેલો કિટ્ટી વિશે ચોંકાવનારો ખુલાસો

હવે આ હેલો કિટ્ટી વિશે મોટો ખુલાસો થયો છે. હેલો કીટી બનાવનારી કંપનીએ પ્રખ્યાત પાત્રની 50મી વર્ષગાંઠ દરમિયાન એક એવો ખુલાસો કર્યો, જેના પછી કેટલાક ફેન્સ વિચારમાં પડી ગયા. કોઈના માનવામાં ન આવ્યું કે આ જ હકીકત છે.

બિલાડી નહિ પણ નાની બાળકી

1974માં આ પાત્ર બનાવનારી જાપાની એન્ટરટેઈનમેન્ટ કંપનીએ કહ્યું કે આ કોઈ ફેમસ કેરેક્ટર ‘બિલાડી’ નથી પણ ‘એક નાની બાળકી’ છે. સેનરીયોના માર્કેટિંગ અને બ્રાન્ડ મેનેજમેન્ટના વરિષ્ઠ ઉપાધ્યક્ષે એક ટીવી શોમાં ખુલાસો કરતા કહ્યું હતું કે હેલો કિટ્ટી, જેનું વજન “ત્રણ સફરજન” છે અને તે પાંચ સફરજન જેટલું ઊંચુ છે, તે લંડનના ઉપનગરોમાં તેની જોડિયા બહેન, મિમી, તેમના માતા-પિતા અને પરિવારની પાલતુ બિલાડી ચાર્મી કિટ્ટી સાથે ઉછરી છે. હેલો કિટ્ટીના શોખમાં “કુકીઝ બેકિંગ અને નવા મિત્રો બનાવવા”નો સમાવેશ થાય છે.

હેલો કીટી બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો?

હેલો કિટ્ટી બનાવનાર સેનરીયોના કર્મચારી યુકો શિમિઝુને નાનપણથી જ આ પાત્ર બનાવવાની પ્રેરણા મળી હતી. જ્યારે તે નાના હતા ત્યારે તેમની બર્થર્ડે પર પિતાએ નાનકડું બિલાડીનું બચ્ચુ ભેટમાં આપ્યું હતું. તેમણે એ ખૂબ જ ગમતું પછી તો શું ત્યારથી જ તેમણે હેલો કિટ્ટી પાત્ર બનાવવાનો વિચાર આવ્યો.

બિલાડીનું સાચું નામ?

જો કે આ બિલાડીનું સાચું નામ કિટ્ટી વ્હાઈટ છે અને તે ઈંગલેન્ડમાં જન્મી હતી. કંપનીએ એ પુષ્ટિ કરી કે આ પાત્ર એક 8 વર્ષીય બાળકીનું હતું.

હેલો કિટ્ટીનું મોં કેમ નથી?

હેલો કિટ્ટીનું મોં ન હોવા અંગેની કેટલીક જુદી જુદી થિયરીઓ છે. કેટલાક સ્ત્રોતો અનુસાર, હેલો કિટ્ટી મૂળ રૂપે મોં વિના ડિઝાઇન કરવામાં આવી હતી જેથી તેણે ખાલી સ્લેટ તરીકે જોવામાં આવે, અને લોકો તેમની ભાવનાઓને તેના પર પ્રોજેક્ટ કરી શકે. આ વિચારનો હેતુ હેલો કિટ્ટીને વધુ સંબંધિત અને સાર્વભૌમિક બનાવવાનો હતો. ક્યાંક એવો પણ ઉલ્લેખ થયો છે કે હેલો કિટ્ટીને મોં વિના એટલે ડિઝાઇન કરવામાં આવી હતી કે તે બીજાઓને સાંભળી શકે અને ખુલ્લા મને સ્વીકારી શકે. એવું પણ અનુમાન છે કે તેના સર્જક યુકો શિમિઝુ દ્વારા કરવામાં આવેલી એક ક્રિએટીવ ચોઈસ હતી.

હેલો કિટ્ટીની શરૂઆત કેવી રીતે થઈ?

સાનરિયોના સ્થાપક શિંતારો ત્સુજીએ તેમની કારકિર્દીની શરૂઆત ફૂલોના ચિત્રોથી સુશોભિત સેન્ડલ વેચીને કરી હતી. જ્યારે તેમને ખબર પડી કે સુંદર કાર્ટૂન પાત્રોની ડિઝાઈનવાળા સેન્ડલ સારી રીતે વેચાઈ રહ્યા છે, ત્યારે તેમણે તેના માટે પાત્રો ડિઝાઇન કરવા માટે કાર્ટૂનિસ્ટને રાખવાનું શરૂ કર્યું. હેલો કિટ્ટી સૌપ્રથમ યુકો શિમિઝુ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. જો કે તેણે મૂળ પાત્ર માટે કિટ્ટી નામ આપ્યું હતું, તેમ છતાં ત્સુજીએ સામાજિક સંચારને પ્રોત્સાહન આપવા માટે બિલાડીનું નામ “હેલો કિટ્ટી” રાખવાનું નક્કી કર્યું.

1976માં જાપાન બાદ અમેરિકામાં હેલો કીટી સ્ટોર ખોલવામાં આવ્યો

હેલો કિટ્ટી એક એવી બ્રાન્ડ છે જેને તેની પ્રથમ શરૂઆતથી જ અપાર સફળતા મળી છે. જાપાનમાં હેલો કિટ્ટીના મર્ચેન્ડાઈઝનું વેચાણ આસમાને પહોંચ્યું હતું, જેના કારણે સનરીયોએ 1976માં યુનાઈટેડ સ્ટેટ્સમાં ગિફ્ટ સ્ટોર ખોલ્યો હતો, જ્યાં હેલો કિટ્ટી મર્ચેન્ડાઈઝનું વેચાણ મજબૂત હતું. આજકાલ, લોકપ્રિય પાત્રને કપડાં, એસેસરીઝ, હોમ ડેકોર, ડીઓડરન્ટ, બેગ્સ, સ્ટેશનરી અને ફેસ મસાજ જેવા ઘણાં ઉત્પાદનો પર જોઈ શકાય છે. હેલો કિટ્ટીને એનિમેટેડ ટેલિવિઝન શો અને ફિલ્મોમાં પણ બતાવવામાં આવી છે અને તેણે વિશ્વભરના ઘણા થીમ પાર્ક અને આકર્ષણોને પ્રેરિત કર્યાં છે.

આ પણ વાંચો : આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરો રોકાણ; અદાણી, અંબાણી, ટાટા અને બિરલા શેરના વળતરનો મળશે લાભ

Back to top button