T20 વર્લ્ડ કપમાં આ ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
બાર્બાડોસ, 03 જૂન: ICC T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને રેકોર્ડ પણ બનવા લાગ્યા છે. ટૂર્નામેન્ટના બીજા દિવસે ઓમાનની ટીમ સાથે કંઈક એવું થયું જે કોઈ પણ ટીમને ગમશે નહીં. ઓમાનની મેચ નામિબિયા સામે રમાઈ રહી હતી ત્યારે ઓમાન ટીમના 6 ખેલાડીઓ એક જ રીતે આઉટ થઈ અને આ શરમજનક રેકોર્ટ ટીમના નામે નોંધાવ્યો હતો.
બંને ટીમો વચ્ચે થઈ સુપર ઓવર
સોમવાર, 3 જૂને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં વધુ એક રોમાંચક મેચ ઓમાન અને નામીબિયાની ટીમ વચ્ચે રમાઈ હતી. 2012 પછી, ચાહકોને આ ICC મેગા ટૂર્નામેન્ટમાં ફરીથી સુપર ઓવર જોવા મળી. પ્રથમ બેટિંગ કરતા ઓમાનની ટીમ 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી તેની ચુસ્ત બોલિંગને કારણે નામિબિયા પણ આ જ સ્કોરે આવીને અટકી હતી. જેથી ટાઈ પડતા સુપર ઓવર રમવામાં આવી હતી. આ સુપર ઓવરમાં નામિબિયાએ બાજી મારી લીધી હતી.
ઓમાન ટીમના 6 બેટ્લમેન એક જ રીતે થયા આઉટ
આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જે T20 ક્રિકેટના ઈતિહાસમાં પહેલા ક્યારેય નહીં બન્યું હોય. ઓમાનની અડધાથી વધુ ટીમ કોઈ આંતરરાષ્ટ્રીય મેચમાં એક જ રીતે આઉટ થવાનો શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધી દીધો છે. નામિબિયા સામે એક-બે નહીં પરંતુ 6 બેટ્સમેન LBW થયા હતા. કશ્યપ પ્રજાપતિ, આકિબ ઇલ્યાસ, ઝીશાન મકસૂદ, મોહમ્મદ નદીમ, મેહરાન ખાન અને કલીમુલ્લા. આ 6 ખેલાડીઓ મેચ દરમિયાન LBW થયા હતા.
રૂબેન ટ્રમ્પલમેને મેચમાં લીધી 4 વિકેટ
આ મેચમાં નામિબિયાના રુબેન ટ્રમ્પલમેને પ્રથમ બે બોલ પર વિકેટ લીધી હતી અને બંને એલબીડબ્લ્યુ થયા હતા. ઓવરના પહેલા બોલ પર કશ્યપ પ્રજાપતિની વિકેટ મળી હતી તો પછીના જ બોલ પર કેપ્ટન આકિબ ઈલ્યાસની વિકેટ મળી હતી. કલીમુલ્લાહને LBW કરીને રુબેને મેચની ત્રીજી વિકેટ પોતાના નામે કરી હતી. ઓમાન સામે ટ્રમ્પલમેને 4 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: વર્લ્ડકપ માટે ભારતનું બેટિંગ ઓર્ડર ફાઇનલ થયું ? સામે આવ્યું કેપ્ટનનું નિવેદન