ગુજરાતટ્રેન્ડિંગ

આજે શિવરાત્રિમાં શક્કરિયાવાર: તહેવાર અને પર્વો અનુસાર વિવિધ ખાન-પાનનો મહિમા

Text To Speech
  • શહેરનાં શાક બજારોમાં શક્કરીયાની ધૂમ આવક થઈ
  • વર્ષોથી શિવરાત્રિ નિમિત્તે શક્કરીયાની માંગ વધી જાય છે
  • શક્કરીયાની સાથે બટાટાની સૂકી ભાજી આરોગવાની પણ પ્રથા

આજે શિવરાત્રિમાં શક્કરિયાવાર લોકો મનાવી રહ્યાં છે. જેમાં તહેવાર અને પર્વો અનુસાર વિવિધ ખાન-પાનનો મહિમા અનેરો છે. ત્યારે આજે શિવરાત્રિના ઉત્સવમાં શાકબજારમાં શક્કરિયા ખરીદવા માટે પડાપડી થઇ રહી છે. મોસમ પ્રમાણે આરોગ્યપ્રદ આહારની વૈદિક ગોઠવણી છે. તેમાં વાર-તહેવાર અને પર્વો અનુસાર વિવિધ ખાન-પાન આરોગવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, મહત્તમ તાપમાનમાં 2 ડીગ્રીનો થયો વધારો

વર્ષોથી શિવરાત્રિ નિમિત્તે શક્કરીયાની માંગ વધી જાય છે

વર્ષોથી શિવરાત્રિ નિમિત્તે શક્કરીયાની માંગ વધી જાય છે. કાળી ચૌદશ હોય કે બેસતું વર્ષ, લાભપાંચમ હોય કે દેવદિવાળી, દેવપોઢી અગિયારશ હોય કે ઉઠી અગિયારશ, જન્માષ્ટમી હોય કે પછી મહાશિવરાત્રિ દરેક પર્વોમાં વિશેષ ખાનપાનનો મહિમા રહ્યો છે. ઋતુ અને મોસમ અનુસાર આરોગ્ય આહાર અને ફળફળાદિની માંગ વધી જાય છે. આજે શિવરાત્રિનું મહાપર્વ છે. વર્ષોથી શિવરાત્રિ નિમિત્તે શક્કરીયાની માંગ વધી જાય છે. આમ તો કંદમૂળ ગણાતા શક્કરીયાની છાશવારે શાકભાજી બનતી નથી.

આ પણ વાંચો: આજે મહાશિવરાત્રીનો પર્વ, વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા

શહેરનાં શાક બજારોમાં શક્કરીયાની ધૂમ આવક થઈ

પરંતુ, શિવરાત્રીના દિવસે શહેરી અને ગ્રામીણ નાગરિકો બાફેલા અને શેકેલા શક્કરીયા હોંશેહોંશે જમે છે. જેના કારણે શહેરનાં શાક બજારોમાં શક્કરીયાની ધૂમ આવક થઈ છે અને શિવરાત્રીના પૂર્વ દિવસે ગ્રાહકોની સંખ્યા પણ વધી છે. કેટલાક વિસ્તારોમાં શક્કરીયાની સાથે બટાટાની સૂકી ભાજી આરોગવાની પણ પ્રથા છે. આમ, પ્રત્યેક તહેવાર વિશેષ ખાન પાનનો મહિમા ધરાવે છે. ઋતુચક્ર પ્રમાણે પણ આહાર વિહારની પરંપરા જળવાઈ રહી છે.

Back to top button