CSKને ઝટકો: પર્પલ કેપ ધારક આગામી મેચમાંથી બહાર, IPLમાંથી પણ કપાશે પત્તું?
- CSKનો મુખ્ય ખેલાડી કોઈ સમસ્યાને કારણે પોતાના દેશ પરત ફર્યો
નવી દિલ્હી, 3 એપ્રિલ: IPL 2024માં પોતાની ચોથી મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને આંચકો લાગ્યો છે. ટીમનો મુખ્ય બોલર અને IPL 2024માં પર્પલ કેપ ધારક મુસ્તાફિઝુર રહેમાન આગામી મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. આટલું જ નહીં, તે IPL 2024ની બાકીની આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે. તેને કોઈ ઈજા થઈ નથી, પરંતુ અન્ય કોઈ સમસ્યાને કારણે તે બાંગ્લાદેશ પરત ફર્યો છે અને તે ક્યારે પરત ફરશે તે અંગે કોઈ અહેવાલ નથી.
🔔|🚨|✅️
~Mustafizur Rahman has flown back to Bangladesh to complete some Visa Formalities for the T’20WC.
Fizz didn’t travel to HYD city with the team and is expected to Join the team before the clash against Sunrisers but due to travel fatigue, might not be available!📌… pic.twitter.com/z5roQqMSuC
— Hustler (@HustlerCSK) April 3, 2024
ક્યાં કારણોસર CSKનો મુખ્ય ખેલાડી ઘરે પરત ફર્યો?
મુસ્તાફિઝુર રહેમાન ઘરે ગયો છે અને એવી સંભાવના છે કે, તે 5મી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ એટલે કે SRH સામે રમાનારી આગામી મેચ માટે ઉપલબ્ધ નહીં રહે. વનક્રિકેટના અહેવાલ મુજબ, મુસ્તફિઝુર રહેમાન વિઝા સંબંધિત સમસ્યાને કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે. તેને USA અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ 2024 માટે વિઝાની જરૂર છે. આ સમસ્યાના ઉકેલ માટે તે બાંગ્લાદેશ પરત ફર્યો છે.
આ વર્ષે T20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝની સાથે-સાથે USA દ્વારા કરવામાં આવી રહી છે. મુસ્તફિઝુર તેના US વિઝા માટે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કરવા બાંગ્લાદેશ ગયો છે. બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ, તેઓ ભારત આવી શકશે નહીં, કારણ કે તેમને પાસપોર્ટ પરત કરતા પહેલા રાહ જોવાની અવધિમાંથી પસાર થવું પડશે. આ સમયગાળા દરમિયાન તે પોતાના દેશમાં જ રહેશે. જો આમ થશે તો તે ચેન્નાઈ માટે એક કરતા વધુ મેચ ગુમાવશે.
IPLમાંથી પણ થઈ શકે છે બહાર
રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા અનુસાર, બાયોમેટ્રિક્સ માટે મુસ્તફિઝુરની એપોઇન્ટમેન્ટ 4 એપ્રિલે થવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ 5 એપ્રિલે હૈદરાબાદમાં છે તેથી તે આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. CSKની આગામી મેચ 8 એપ્રિલે ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે છે. જો અમેરિકન વિઝા પ્રક્રિયામાં વધુ વિલંબ થશે તો મુસ્તફિઝુર આ મેચ પણ ચૂકી શકે છે.
જો કે, તેને IPL 2024માંથી બાકાત રાખવાની ચર્ચા છે કારણ કે તે 30 એપ્રિલ સુધી IPL 2024માં રમી શકે છે. આ પછી, તેણે ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે પાંચ મેચોની T20 શ્રેણીમાં ભાગ લેવો પડશે, જે મે મહિનામાં રમાશે. આવી સ્થિતિમાં કદાચ તેને IPL ગુમાવવી પડી શકે છે. ચેન્નાઈની ટીમ એપ્રિલમાં 6 મેચ રમવા જઈ રહી છે. તે આમાંથી કેટલી મેચો માટે ઉપલબ્ધ રહેશે તે જોવું રહ્યું.
આ પણ જુઓ: BCCIએ IPL 2024ના સમયપત્રકમાં કર્યો ફેરફાર, આ 2 મેચોની તારીખો બદલાઈ