ધર્મનવરાત્રિ-2022

નવરાત્રીના પ્રથમ નોરતે માં શૈલપુત્રીને શું ધરાવશો ભોગ !

Text To Speech
  • નવરાત્રીના આજે પ્રથમ દિવસે માઁ શૈલપુત્રીની આરાધના
  • માઁ ભવાનીના નવમાનું એક રૂપ માનવામાં આવે છે માઁ શૈલપુત્રી
  • માતા શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે

આસો નવરાત્રિનો પ્રારંભ આજે થઈ રહ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘શૈલપુત્રી’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત અને આ પર્વતપુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી, જે પાર્વતી તેમ જ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજમાન છે. એથી તેમને દેવી વૃષારૂઢાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના ડાબા હાથમાં ત્રિશૂલ ધારણ કરવામાં આવ્યું છે અને તેમના જમણા હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે.

પ્રથમ નોરતે માતાજીના ચરણોમાં ચઢાવો આ ભોગ- humdekhengenews

માતા શૈલપુત્રીને સમસ્ત વન્ય જીવજંતુઓના રક્ષક માનવામાં આવે છે. તેમની આરાધનાથી મુસીબતોમાંથી મુક્તિ મળે છે. આથી દુર્ગમ સ્થાનો પર વસતાં પહેલાં માતા શૈલપુત્રીની સ્થાપના કરવામાં આવે છે. કહેવાય છે કે તેમની સ્થાપનાથી એ સ્થાન સુરક્ષિત થઈ જાય છે. માતાની પ્રતિમા સ્થાપિત થયા બાદ એ સ્થાન પર આફતો, રોગ, વ્યાધિ, રોગનો ખતરો રહેતો નથી અને જીવ નિશ્ચિત થઈને પોતાનું જીવન પસાર કરી શકે છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો રાસ, ગરબા અને રાસડા વચ્ચેનો ફરક !

નૈવેધ તરીકે શું ભોગ ધરાવવો?

માતાજીની મહાપૂજામાં નૈવેધ ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધારચક્રમાં સ્થિત કરે છે અને યોગસાધનાનો આરંભ કરે છે. પહેલાં દિવસે માતાજીની મહાપૂજા અંતર્ગત નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે છે. આમ કરવાથી મનુષ્યો તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ પામે છે.

શૈલપુત્રી પુજન

ચંદ્ર ગ્રહ

પીળો રંગ શુભ

Back to top button