શાહઝેબ રઝા એર ઈન્ડિયામાં પુલવામાનો પ્રથમ પાઈલટ બન્યો
શ્રીનગર (જમ્મુ-કાશ્મીર), 06 ફેબ્રુઆરી: એક સમયે મોટી સંખ્યામાં યુવકો આતંકવાદી જૂથોમાં જોડાવા માટે જાણીતું જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લો હવે ફરીવાર ચર્ચામાં છે. પુલવામાના ત્રાલ વિસ્તારનો યુવક રાજા શાહઝેબ રઝા એર ઇન્ડિયાનો પાઈલટ બનનાર પ્રથમ સ્થાનિક બન્યો છે. શાહઝેબે શ્રીનગરની પ્રતિષ્ઠિત ટિંડેલ બિસ્કો મેમોરિયલ શાળામાંથી સ્કૂલિંગ કર્યું હતું. કૌટુંબિક સૂત્રોએ જણાવ્યું કે બાદમાં તેણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી.
શાહઝેબ એર ઇન્ડિયામાં પાઈલટ તરીકે નિયુક્ત
શાહઝેબે ઉત્તર પ્રદેશના અમેઠીમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમીમાં એડમિશન લીધો હતો. શાહઝેબે ટ્રેનિંગ પૂરી કર્યા બાદ એર ઈન્ડિયામાં પાઈલટના પદ માટે અરજી કરી હતી. તમામ પરીક્ષા અને પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી, એરલાઇન્સ દ્વારા તેને પાઇલટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ત્રાલ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે, શાહઝેબે અમારું ગૌરવ વધાર્યું છે. ખરેખર અત્યાર સુધી શહેરના યુવાનોને કથિત આતંકવાદી સંબંધો માટે શંકાની નજરે જોવામાં આવતા હતા. શાહઝેબે સાબિત કર્યું છે કે, અમારા વિસ્તારના યુવાનોએ આખરે સાચો માર્ગ પસંદ કર્યો છે.
શાહઝેબે સૌકોઈનું ગૌરવ વધાર્યું: સ્થાનિક
સજ્જાદ અહેમદ ગનાઈએ જણાવ્યું કે, શાહઝેબ આપણા સેંકડો યુવાનો માટે એક મહાન પ્રેરણા છે જેઓ દેશની સેવા કરવા અને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માંગે છે. બીજી તરફ, શાહઝેબે સિવિલ સર્વિસીસમાં જોડાવાનો પ્રયાસ કરતાં સ્થાનિક લોકો માટે એક અનોખા કરિયરમાં આગળ વધવા માટે સારો વિકલ્પ ઊભરી આવ્યો છે. આ એવા સેંકડો લોકો માટે પ્રેરણાદાયી છે જેઓ દેશમાં પડકારરૂપ કારકિર્દીમાં જોડાવા માટે આતુર છે.
આ પણ વાંચો: 65 યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ, જૂઓ ભયાનક વીડિયો