EMI ભરી ન શકતા જપ્ત થઈ હતી શાહરૂખની કારઃ જૂહી ચાવલાએ કર્યો ખુલાસો
- શાહરૂખ અને જૂહી ચાવલાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને સુપરહિટ ફિલ્મો આપી છે. બંને એકસાથે સ્ક્રીન શેર કરવા ઉપરાંત ઘણા વર્ષોથી બિઝનેસમાં પણ પાર્ટનર છે. શાહરૂખ ખાન અને જુહી IPLની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક છે
1 જૂલાઈ, મુંબઈઃ એક સમય હતો જ્યારે જૂહી ચાવલા અને શાહરૂખ ખાનની જોડી સ્ક્રીન પર ખૂબ જ ધૂમ મચાવતી હતી. શાહરૂખ અને જૂહી ચાવલાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને સુપરહિટ ફિલ્મો આપી છે. બંને એકસાથે સ્ક્રીન શેર કરવા ઉપરાંત ઘણા વર્ષોથી બિઝનેસમાં પણ પાર્ટનર છે. શાહરૂખ ખાન અને જુહી IPLની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક છે. બંને લાંબા સમયથી એકબીજાના સારા મિત્રો છે અને મુશ્કેલીના સમયમાં એકબીજાનો સાથ આપતા પણ જોવા મળે છે.
જૂહીએ જણાવ્યો શાહરૂખના સંઘર્ષના દિવસનો કિસ્સો
જૂહીએ શાહરૂખના સંઘર્ષના દિવસોની કહાણી જણાવી છે.
તાજેતરમાં જ જૂહીએ તેના ખાસ મિત્ર શાહરૂખ વિશે એક ખુલાસો કર્યો છે. બધા જાણે છે કે શાહરૂખ ખાને બોલિવૂડમાં સખત મહેનત કરીને નામ કમાયું છે. એક સમય હતો જ્યારે બોલિવૂડના બાદશાહ પાસે પૈસાની તંગી હતી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના એક કાર્યક્રમમાં જુહી ચાવલાએ શાહરૂખના સંઘર્ષના દિવસોનો એક કિસ્સો સંભળાવ્યો હતો.
જૂહી ચાવલાએ જણાવ્યું કે મને યાદ છે કે એ દિવસોમાં શાહરૂખ પાસે ઘર ન હતું. કામ માટે તે પોતાના હોમટાઉન દિલ્હીથી આવતો હતો. ત્યારે તો મને એ પણ ખબર ન હતી કે તે ક્યાં રહે છે. તે ચા પણ ફિલ્મના યૂનિટ સાથે પીતો હતો અને જમવાનું પણ ક્રૂ મેમ્બર્સ સાથે ખાતો હતો. તે ખૂબ જ જલ્દી લોકો સાથે હળીમળી જતો હતો.
છીનવાઈ ગઈ હતી શાહરુખની કાર
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, તે સમયે શાહરુખ દિવસમાં 2-3 શિફ્ટમાં કામ કરતો હતો. એક તરફ શાહરુખ મારી સાથે 1992માં ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ કરી રહ્યો હતો. તે જ સમયે તે ‘દિલ આશના હૈ’ કરી રહ્યો હતો. સાથે સાથે દિવ્યા ભારતી સાથે ‘દિવાના’નું શૂટિંગ કરી રહ્યો હતો. તે સમયે શાહરૂખ પાસે બ્લેક રંગની જિપ્સી કાર હતી. એક દિવસ ઈએમઆઈ ન ભરી શકવાના કારણે તેની જીપ્સી જપ્ત થઈ ગઈ હતી.
ત્યારે શાહરૂખ ખૂબ જ નિરાશા સાથે સેટ પર આવ્યો હતો. તે દિવસે મેં તેને કહ્યું કે ચિંતા ન કરો, એક દિવસ તારી પાસે આવી ઘણી કાર હશે અને એ વાત તેને આજ સુધી યાદ છે, કેમકે તે વાત સાચી પડી છે. જુઓ શાહરૂખ આજે કેટલો સફળ છે.
જૂહી-શાહરૂખની ફિલ્મો
શાહરૂખ ખાન અને જૂહી ચાવલાએ 90ના દાયકામાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ડર, ડુપ્લીકેટ, રામજાને, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, વન ટૂ કા ફોર અને ભૂતનાથ જેવી અનેક ફિલ્મો આપી છે.
આ પણ વાંચોઃ તારા વગર કંઈ નહીં, ચેમ્પિયન બન્યા બાદ વિરાટે અનુષ્કા માટે લખી હૃદયસ્પર્શી નોટ