ટ્રેન્ડિંગમનોરંજન

સુહાના ખાનની ફિલ્મમાં શાહરૂખ કરશે આ રોલ, સ્ક્રીન પર પિતા-પુત્રીની જોડી લગાવશે આગ

Text To Speech

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના ખાન સાથે પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. સમાચાર છે કે બંને ટૂંક સમયમાં એક એક્શન થ્રિલર ફિલ્મમાં સાથે જોવા મળશે.હાલ તેની ફિલ્મ ચર્ચા પર છે.હવે પિતા-પુત્રીની આગામી ફિલ્મનું નવું અપડેટ સામે આવ્યું છે.વર્ષોથી હિન્દી સિનેમા પર રાજ કરી રહેલા શાહરૂખ ખાનનો ચાર્મ આજે પણ ઓછો થયો નથી.

Did You Know Shah Rukh Khan Gifted Suhana Khan A Book He Wrote On Acting?

કિંગ ખાનની જેમ તેની પુત્રી સુહાના ખાન પણ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવા માંગે છે, જેના માટે તેણે એક પગલું આગળ કર્યું છે.શાહરૂખના ચાહકો દીકરી સુહાનાને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે સુહાનાની ફિલ્મમાં કિંગ ખાન કેમિયો કરશે, પરંતુ હવે એક નવું અપડેટ સામે આવ્યું છે.એવા સમાચાર છે કે શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના ખાનની આગામી થ્રિલરમાં મહત્વની ભૂમિકા ભજવશે.

સુજોય ઘોષની આગામી ફિલ્મ એક સ્પાય થ્રિલર હશે, જેમાં સુહાના ખાન મુખ્ય ભૂમિકા ભજવશે.ફિલ્મમાં સુહાના ખાન જાસૂસની ભૂમિકા ભજવશે.ડાર્લિંગ ફિલ્મમાં જે રીતે શાહરૂખનું એક નાનકડું પરંતુ મહત્ત્વનું પાત્ર હતું, એવું જ સુહાના ખાનની ફિલ્મમાં થશે. અત્યાર સુધી, નિર્માતાઓ તરફથી આ વિશે કોઈ માહિતી બહાર આવી નથી.પણ ચાહકો તેની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.આ સાથે જ એ પણ જોવાનું રહેશે કે પિતા પુત્રીની જોડી સિનેમાઘરોમાં ધૂમ મચાવે છે કે નહીં, સાથે જ આ ફિલ્મને લઈ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.અને રાહ જોઈ રહ્યા છે.શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘ જવાન’ને લઈને ચર્ચામાં છે .ફિલ્મના એડવાન્સ બુકિંગને જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મનું ઓપનિંગ કલેક્શન ધમાકેદાર રહેશે.

આ પણ વાંચો : સીમા હૈદરે બિગ બોસ 17માં ભાગ લેવા પર મૌન તોડ્યું

Back to top button