શું તમારે ‘મન્નત’માં ભાડે લેવી છે રૂમ ? તો થશે આટલા રૂપિયા !
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખનો બંગલો ‘મન્નત’ ખૂબ જ આલીશાન છે, જેમાં રહેવું કોઈ સપનાથી ઓછું નથી. આ જ કારણ છે કે મુંબઈમાં આવનારા મોટાભાગના લોકો કિંગ ખાનના ઘરની સામે ઉભા રહીને ફોટોઝ જરૂરથી ક્લિક કરે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બંગલાના રૂમનું ભાડું કેટલું હશે.
શાહરૂખ ખાનનું ઘર દુનિયાના સૌથી આલીશાન ઘરોની યાદીમાં સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઘરની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે. ત્યારે, બંગલાનો એક રૂમ કેટલો ભાડા પર મળશે તેની માહિતી ખુદ શાહરૂખ ખાને આપી છે. શાહરૂખ ખાને એકવાર તેના ચાહકો માટે ASK SRK સેશન રાખ્યું હતું. , જેમાં ઘણા ચાહકોએ તેની અંગત અને વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલી બાબતો પર સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન એક ચાહકે તેને તેના બંગલા મન્નતના રૂમના ભાડા વિશે પૂછ્યું. તો જવાબમાં કિંગ ખાને ટ્વીટ કરીને લખ્યું કે, ’30 વર્ષની મહેનત લાગશે’. અભિનેતાએ ભલે કિંમતનો ઉલ્લેખ ન કર્યો, પરંતુ દરેક પ્રશ્નનો જવાબ તેની એક લાઈનમાં છુપાયેલો હતો.
30 saal ki mehnat mein padega. https://t.co/Y3qfb7IMdk
— Shah Rukh Khan (@iamsrk) January 22, 2020
મન્નતને લીઝ પર ખરીદવામાં આવ્યો હતો
શાહરૂખ ખાનનો આ બંગલો માત્ર ઘર જ નથી. પરંતુ લોકો માટે એક ટૂરિસ્ટ સ્પોટ જેવો છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. અહેવાલો અનુસાર, અભિનેતાએ આ બંગલો વર્ષ 2001માં લગભગ 13.32 કરોડ રૂપિયામાં લીઝ પર ખરીદ્યો હતો. જેની આજે 200 કરોડ જેટલી કિંમત છે.