ટ્રેન્ડિંગમનોરંજન

શાહરૂખ ખાનની ‘જવાન’ ફિલ્મે તોડ્યા નવા રેકોર્ડઃ એ કર્યુ જે આજ સુધી થયુ નથી

Text To Speech
  • શાહરૂખ ખાનની ‘જવાન’ દુનિયાભરમાં લોકપ્રિય છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. ફરી એકવાર શાહરૂખની ફિલ્મે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

શાહરૂખ ખાનની ‘જવાન’ દુનિયાભરમાં છવાઇ ગઇ છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. 7 સપ્ટેમ્બરના રોજ રીલીઝ થયેલી એટલીની આ મલ્ટીસ્ટારર ફિલ્મે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. હાલમાં પણ કિંગ ખાનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. હાલમાં જ ફિલ્મે 1100 કરોડનો આંકડો પાર કર્યો છે.

‘જવાન’ એ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની સાથે શાહરૂખની ‘જવાન’એ બીજો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ વખતે વાત ફિલ્મની કમાણી વિશે નથી, પરંતુ જનતાની થઇ રહી છે.  અહેવાલો અનુસાર, ‘જવાન’ હિન્દી સિનેમાની એવી પ્રથમ ફિલ્મ સાબિત થઈ છે જેને 3.50 કરોડ દર્શકોએ થિયેટર્સમાં જોઈ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટો આંકડો છે. આ સાથે જ શાહરૂખ ખાનની જવાન હિન્દી સિનેમાની પહેલી ફિલ્મ બની છે, જેને આટલી મોટી સંખ્યામાં લોકોએ જોઈ છે.

શાહરૂખ ખાનની 'જવાન' ફિલ્મે એ રેકોર્ડ બનાવ્યા, જે આજ સુધી કોઇ કરી શક્યુ નથી hum dekhenge news

આ ફિલ્મે વિશ્વભરમાં એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે

આ ફિલ્મ 1000 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે અને તેની કમાણી હજુ પણ ચાલુ છે. જવાને બેન્ચમાર્ક સેટ કર્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર કુલ 625.03 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં શાહરૂખની સાથે નયનતારા અને વિજય સેતુપતિના પણ ખૂબ વખાણ થયા છે . આ બંને સ્ટાર્સે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. દીપિકા પાદુકોણ અને સંજય દત્તનો ખાસ કેમિયો પણ છે. આ સિવાય સાન્યા મલ્હોત્રા, પ્રિયમણિ, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લહર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા પણ ફિલ્મમાં જોરદાર એક્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Tiger 3 માં કેટરિના કૈફનો લૂક કેવો હશે? જુઓ અહીં

Back to top button