ઉમરાહ કરવા માટે મક્કા પહોંચ્યો શાહરૂખ ખાન : તસવીરો થઈ વાયરલ


ફિલ્મ ‘ડંકી’નું શૂટિંગ પૂરું કર્યા બાદ શાહરૂખ ખાન ઉમરાહ કરવા માટે મક્કા પહોંચ્યો હતો. સાઉદી અરેબિયાના એક પત્રકારે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી કે શાહરૂખ ખાને મક્કા પહોંચ્યા બાદ ઉમરાહ કરી છે. જે બાદ શાહરુખના ઉમરાહનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે સફેદ કપડામાં અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ‘ડંકી’ના શૂટિંગ માટે UAE પહોંચેલા શાહરુખ શૂટિંગ પૂરું કર્યા બાદ ઉમરાહ માટે મક્કા પહોંચી ગયો હતો. જો કે થોડા દિવસો પહેલા શાહરૂખ ખાને મક્કા જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ગુસ્સે થયો અર્જુન કપૂર, જુઓ ગુસ્સામાં શું કહ્યું
કિંગ ખાને કરી ઉમરાહ
અત્યાર સુધી માત્ર અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે શાહરૂખ ખાન ઉમરાહ કરવા માટે મક્કા પહોંચ્યો છે. પરંતુ તેની પુષ્ટિ સાઉદી અરેબિયાના એક પત્રકારે ટ્વિટ કરીને કરી છે કે કિંગ ખાને મક્કા પહોંચ્યા બાદ ઉમરાહ કરી છે. સુપરસ્ટારના ઉમરાહનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે સફેદ કપડામાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન ચાહકો અને સુરક્ષાથી ઘેરાયેલો જોઈ શકાય છે. શાહરૂખ ખાનનો અલગ અંદાજ તેના ફેન્સ પસંદ આવી રહ્યો છે.
mecca medina insha allah soon/wish to make all happy/remember i had a toy piano when i was a kid and miss it/saudi not on cards/
— Shah Rukh Khan (@iamsrk) January 28, 2010
શાહરુખે ઉમરાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
અત્યાર સુધી આપણે શાહરૂખ ખાનના ઘણા રૂપ જોયા છે. પરંતુ તેનું આ રૂપ પહેલીવાર જોવા મળ્યું છે. થોડા સમય પહેલા કિંગ ખાને ટ્વીટ કરીને ઉમરાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાહરૂખ ખાને ટ્વીટ કરતા લખ્યું, ઈન્શા અલ્લાહ જલ્દી હું મક્કા-મદીનાની યાત્રા કરી શકું.

‘ડંકી’નું શૂટિંગ થયું પૂર્ણ
શાહરૂખ ખાન ‘ડંકી’ના શૂટિંગ માટે UAE ગયો હતો. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શૂટીંગ પૂર્ણ કરવાની જાહેરાત પણ કરી હતી. ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ શાહરૂખ ખાને ટીમના તમામ કલાકારોનો આભાર માન્યો હતો. આ સિવાય તેમણે સાઉદી અરેબિયાના સંસ્કૃતિ અને ફિલ્મ મંત્રાલયનો પણ આભાર માન્યો હતો. ‘ડંકી’ ઉપરાંત ફેન્સ શાહરૂખ ખાનની આગામી ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’ની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.