ટ્રેન્ડિંગમનોરંજન

શાહરૂખ ખાને દીકરીની ડેબ્યૂ ફિલ્મમાં લગાવ્યા રૂ.200 કરોડ! આ મૂવીથી સુહાના ખાન કરશે પર્દાપણ

Text To Speech
  •  શાહરૂખની પુત્રી સુહાના ફિલ્મ ‘કિંગ’થી મોટા પડદે ડેબ્યૂ કરશે
  • શાહરુખ આ ફિલ્મને તેના બેનર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ પ્રોડ્યુસ કરશે
મુંબઈ, 16 એપ્રિલ: શાહરૂખ ખાન 2025માં સુજોય ઘોષના નિર્દેશનમાં બનેલી ફિલ્મ’કિંગ’થી સિલ્વર સ્ક્રીન પર શાનદાર વાપસી કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ તેની પુત્રી સુહાના ખાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ ફિલ્મ છે. હાલમાં, પ્રોજેક્ટ પ્રી-પ્રોડક્શનમાં છે, પ્રોડક્શન ટીમનો હેતુ શાહરૂખની વાપસીને યાદગાર બનાવવાનો છે. મળતી માહિતી અનુસાર, આ ફિલ્મ પર શાહરુખે 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
શાહરુખની ફિલ્મમાં સુહાના મોટા પડદે ડેબ્યૂ કરશે
અભિનેતા શાહરૂખ ખાન સુજોય ઘોષની એક્શન ફિલ્મ ‘કિંગ’માં કામ કરી રહ્યો છે. તેની પુત્રી સુહાના ખાન પણ આ ફિલ્મથી મોટા પડદે ડેબ્યૂ કરવા જઈ રહી છે. શાહરુખ પણ આ ફિલ્મને તેના બેનર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ પ્રોડ્યુસ કરશે.  ‘કિંગ’ શાહરૂખની મહત્ત્વાકાંક્ષી એક્શન ફિલ્મ છે. ‘કિંગ’નું શૂટિંગ આ વર્ષે મે મહિનામાં શરૂ થશે. ટીમ છેલ્લા એક વર્ષથી આ ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર કામ કરી રહી છે. ‘કિંગ’નું શૂટિંગ આ વર્ષે મે મહિનામાં શરૂ થશે. નિર્માતાઓ તેને 5 મહિનામાં શૂટ કરવાનું અને આવતા વર્ષે રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે.   પ્રી-પ્રોડક્શન સ્ટેજ પર ચાલી રહેલી આ ફિલ્મ પર શાહરુખે 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ‘કિંગ’ ઉપરાંત શાહરુખ તેના પુત્ર આર્યન ખાન દિગ્દર્શિત ડેબ્યૂ વેબ સિરીઝ ‘સ્ટારડમ’ પર પણ દેખરેખ રાખી રહ્યો છે.
શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના ખાન સાથે પહેલીવાર એક ફિલ્મમાં કામ કરશે. તેની ‘કિંગ’ નામની ફિલ્મનું નિર્દેશન ફિલ્મ નિર્માતા સુજોય ઘોષ કરશે અને તે 2025માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ‘વોર’, ‘પઠાણ’, ‘ફાઇટર’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા સિદ્ધાર્થ આનંદની ક્રિએટિવિટી દર્શાવવામાં આવશે.
Back to top button