શાહરુખે કર્યુ કન્ફર્મ : ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં કરશે ફિલ્મ ‘પઠાન’નું પ્રમોશન


થોડા દિવસ પહેલા એવા સમાચાર મળ્યા હતા કે શાહરુખ ખાન ફિલ્મ ‘પઠાન’ના પ્રમોશન માટે તે ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં જઈ શકે છે. હવે આ વાતને લઈને શાહરુખ ખાને ખુદ પુષ્ટિ કરી છે. શાહરુખ ખાન અને મેસ્સીના ફેન્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે શાહરૂખ ખાન FIFA વર્લ્ડ કપ ફાઈનલ 2022માં તેની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘પઠાન’નું પ્રમોશન કરશે. કિંગ ખાને ઈન્સ્ટાગ્રામ પર આ અંગેની જાહેરાત પણ કરી છે.
આ પણ વાંચો : અનુરાગ કશ્યપે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ઉઠાવ્યા સવાલો : વિવેક અગ્નિહોત્રી સાથે છેડાયુ શાબ્દિક યુદ્ધ
ફિફા વર્લ્ડ કપ ફાઈનલના દિવસે શાહરુખ સ્ટુડિયોમાં રહેશે હાજર
ઉલ્લેખનીય છે કે ‘પઠાન’ પરના વિવાદ વચ્ચે, બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં તેની મોસ્ટ અવેઈટેડ ફિલ્મને લોન્ચ કરશે. પ્રી-મેચ કવરેજ દરમિયાન, પ્રસારણકર્તાએ ‘પઠાન’ની એક ક્લિપ પણ શેર કરી અને એ પણ જાહેરાત કરી કે શાહરુખ 18 ડિસેમ્બરે ફિફા વર્લ્ડ કપ ફાઈનલના દિવસે સ્ટુડિયોમાં હાજર રહેશે.
શાહરુખ-દીપિકા કરશે ગ્રાન્ડ લેવલનું પ્રમોશન
અત્રે ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન ફેન્સ ક્લબ દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી કે શાહરૂખ ખાન ફીફા વર્લ્ડ કપ ફાઇનલમાં તેની ફિલ્મ ‘પઠાન’નું પ્રમોશન કરી શકે છે. કારણ કે રિપોર્ટસ્ મુજબ ગ્રાન્ડ લેવલની ફિલ્મના પ્રમોશનની તૈયારીઓ પણ મોટા પાયે કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે શાહરૂખ-દીપિકાની આ એક્શન ફિલ્મનું પ્રમોશન ખૂબ જ મોટા લેવલ પર કરવામાં આવશે. ઉપરાંત,આ સમાચાર શાહરુખ ખાન ફેન્સ ક્લબ તરફથી મળ્યા હતા અને આના પર મેકર્સ અને શાહરૂખ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નહોતી, પરંતુ હવે શાહરુખે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે તે ફિફા વર્લ્ડ કપની ફાઈનલ જોવા પોહંચશે અને તેની ફિલ્મનું પ્રમોશન કરશે.

શાહરૂખ ખાને પોસ્ટ દ્વારા કરી પુષ્ટિ
શાહરૂખ ખાને પણ પોતાના ઈન્સ્ટા પર આ વાતની પુષ્ટિ કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું, “મેસ્સી અને Mbappe મેદાન પર… @WayneRooney અને હું સ્ટુડિયોમાં… #Pathan! 18મી ડિસેમ્બરની સાંજ શાનદાર હશે ! મારી સાથે @officialjiocinema અને @sports18.official પર #FIFAWorldCupFinal લાઈવ જુઓ.”