
- સંતાનો કોને વહાલા ન હોય? ગમે તેટલા મોટા ફિલ્મ સ્ટાર્સ કેમ ન હોય, પોતાના સંતાનો માટે તેઓ ગમે તે કરી લેતા હોય છે. આવા જ દ્રશ્યો મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કુલના એન્યુઅલ ફંકશન દરમિયાન સર્જાયા હતા. પોતાનું સ્ટારડમ ભૂલીને ફિલ્મ સ્ટાર્સ અહીં સ્કુલના બાળકો સાથે નાચ્યા હતા
HD ન્યુઝ ડેસ્કઃ મુંબઈમાં જ્યાં સેલિબ્રિટીઝ અને ફિલ્મ સ્ટાર્સના સંતાનો ભણે છે તે ધીરુભાઈ અંબાણી સ્કુલના એન્યુઅલ ફંકશનનું ગઈકાલે ખૂબ જ ધૂમ ઘામ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. અનેક સ્ટાર્સ તેમના બાળકોને ઉત્સાહિત કરવા ત્યાં પહોંચી ગયા હતા. શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે આ ઈવેન્ટમાં પહોંચ્યો હતો, જ્યારે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે એકસાથે હાજરી આપીને લોકોની બોલતી બંધ કરી દીધી હતી.
King @iamsrk grooving on “Deewangi Deewangi” song!! pic.twitter.com/a63x3AhDzm
— Nidhi (@SrkianNidhiii) December 19, 2024
ફિલ્મ સ્ટાર્સે પણ આ સ્કૂલ ફંક્શનમાં ખૂબ એન્જોય કર્યું હતું, જેના કેટલાક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. એક વીડિયોમાં શાહરૂખ, ઐશ્વર્યા અને અભિષેક સ્કૂલ ફંક્શનમાં બોલિવૂડ ટચ ઉમેરતા જોવા મળ્યા હતા.
ફંક્શનના અંતે સ્કુલના તમામ બાળકોએ એકસાથે ડાન્સ કર્યો હતો, જેમાં તેમના માતા-પિતા પણ તેમની સાથે સ્ટેજ પર આવ્યા હતા. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન પોતાના પુત્ર અબરામને ચીયર કરીને ડાન્સ કરી રહ્યો છે. ‘ઓમ શાંતિ ઓમ’નું ગીત ‘દિવાનગી દિવાનગી’ સ્ટેજ પર વાગી રહ્યું છે અને બાળકોની સાથે માતા-પિતા પણ ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં શાહરૂખ, ઐશ્વર્યા અને અભિષેકના બાળકો આ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે.
View this post on Instagram
સૈફ અલી ખાન અને કરીના કપૂરના બાળકો જેહ અલી અને તૈમુરે પણ શાળાના કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. કરીના પોતાના બાળકોને સ્ટેજ પર જોઈને ખૂબ જ ખુશ દેખાઈ હતી અને તેમને ચિયર કરતી જોવા મળી હતી.
આ દરમિયાન એક્સ કપલ કરીના કપૂર અને શાહિદ કપૂર આગળ પાછળ સ્પોટ થયા હતા. શાહિદ કપૂરના બાળકો પણ આજ શાળામાં અભ્યાસ કરે છે, જેના માટે તેઓ ફંક્શનમાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે જેમાં શાહિદ અને કરીના એકબીજાની બાજુમાં બેઠા છે. ચાહકોનું માનવું છે કે આ તસવીરે ફિલ્મ ‘જબ વી મેટ’ના સીનને રિક્રિએટ કર્યો છે.
આ પણ વાંચોઃ પરફેક્ટ હસબન્ડ છે Abhishek Bachchan, ઐશ્વર્યા સાથે ડિવોર્સની અફવાઓ પર લાગ્યું પૂર્ણવિરામ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ