શહેનાઝ ગિલનું બોલ્ડ ફોટોશૂટ જોઈને ભડક્યા ફેન્સ, પાર કરી બોલ્ડનેસની હદ!


- આજે શહેનાઝ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ બની ચૂકી છે. હાલમાં શહેનાઝ ગિલનું બોલ્ડ ફોટોશૂટ ચર્ચાઓમાં છે. શહેનાઝની તસવીરોએ ફેન્સનું મગજ બગાડ્યું છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
20 એપ્રિલ, મુંબઈઃ શહેનાઝ ગિલને સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 13થી ખાસ ઓળખ મળી હતી. આ શો બાદ શહેનાઝે એટલી ફેમ મેળવી જેને મેળવવા લોકો વર્ષો સુધી મહેનત કરતા હોય છે. આજે શહનાઝ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ બની ચૂકી છે. શહેનાઝે અત્યાર સુધીની કરિયરમાં અનેક મ્યુઝિક વીડિયોઝ સાથે બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. હાલમાં શહેનાઝ ગિલનું બોલ્ડ ફોટોશૂટ ચર્ચાઓમાં છે. શહેનાઝની તસવીરોએ ફેન્સનું મગજ બગાડ્યું છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
શહનાઝે પાર કરી બોલ્ડનેસની તમામ હદ
શહેનાઝ ગિલે તાજેતરમાં જ પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. તે ખૂબ જ બોલ્ડ છે. આ તસવીરોને શહેનાઝે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની હોટનેસ જોઈને ફેન્સની આંખો ફાટી રહી ગઈ છે. ફોટોઝમાં શહેનાઝે બ્રાલેસ થઈને બ્લેક કલરનો લેધર કોટ પહેર્યો છે. સાથે ફ્રન્ટ ઓપન જાળીદાર સ્કર્ટ પણ પહેર્યો છે. આ સ્કર્ટને આગળથી ઓપન છે. જેના કારણે તે હદથી વધુ બોલ્ડ લાગી રહી છે. આ તસવીરોમાં શહેનાઝે અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
View this post on Instagram
તસવીર જોઈને લોકો ભડક્યા
શહેનાઝ ગિલની તસવીરો ફેન્સને પરેશાન કરી રહી છે. લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે સાદગીથી ફેન્સના દિલ જીતનારી શહેનાઝ આ શું કરી રહી છે. એક યુઝરે લખ્યું છે પ્લીઝ આવા કપડા તો ન પહેરો. અન્ય એક યુઝરે લખ્યું છે તમારા કપડાની સાથે સંસ્કાર પણ ટૂંકા થઈ રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું છે જ્યારે કન્ટેન્ટ અને ટેલેન્ટની કમી થાય છે ત્યારે લોકો આમ કરે છે.
આ પણ વાંચોઃ સવાર માટે રાતે જ લોટ બાંધીની ફ્રિજમાં રાખી દો છો? જાણી લો તેના નુકશાન