વેલેન્ટાઈન ડે પર શહેનાઝ ગિલે પોસ્ટ કર્યું નવું ગીત, ફેન્સને આવી સિદ્ધાર્થની યાદ
- શહેનાઝ ગિલે વેલેન્ટાઈન ડેના અવસરે એક ગીત તેના તમામ પ્રિયજનોને સમર્પિત કર્યું અને કેપ્શનમાં લખ્યું, ‘Baby i love u, Do you love me too ??
મુંબઈ, 14 ફેબ્રુઆરીઃ દુનિયાભરના પ્રેમી યુગલો આજે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની સ્પેશિયલ વ્યક્તિને ખાસ ફીલ કરાવવાની કોશિશમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે બિગબોસ ફેમ શહેનાઝ ગિલની એક પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેની આ પોસ્ટ ફેન્સને ‘સિડનાઝ’ (સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલનું પ્રેમ ભર્યુ નામ)ની યાદ અપાવી રહી છે.
શહેનાઝ ગિલના સોંગે અપાવી ‘સિડનાઝ’ની યાદ
શહેનાઝ ગિલે વેલેન્ટાઈન ડેના અવસરે એક ગીત તેના તમામ પ્રિયજનોને સમર્પિત કર્યું અને કેપ્શનમાં લખ્યું, ‘Baby i love u, Do you love me too ??’ શહેનાઝની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તે જ સમયે, ‘સિડનાઝ’ના ચાહકોને લાગે છે કે આ પોસ્ટ સિદ્ધાર્થ શુક્લા માટે છે. ચાહકોનું કહેવું છે કે કોઈ ફર્ક નથી પડતો કે દુનિયા તેને આગળ વધવા માટે કહે છે, પરંતુ શુક્લા હંમેશા તેમના દિલના ઊંડાણમાં રહેશે.
View this post on Instagram
સલમાને કર્યો શહેનાઝ ગિલને સપોર્ટ
ઉલ્લેખનીય છે કે લગભગ બે વર્ષ પહેલા સિદ્ધાર્થ શુક્લાને ગુમાવી દીધા બાદ શહેનાઝ ગિલને સલમાન ખાને ખૂબ સપોર્ટ કર્યો હતો. સલમાને કિસી કા ભાઈ કિસી કી જાનની અભિનેત્રી પર દબાણ કરવા માટે ફેન્સની ટીકા કરી હતી અને સિડનાઝના ટેગનો ઉપયોગ બંધ કરવા કહ્યું હતું. ત્યારબાદ સલમાને શહેનાઝના આગળ વધવાની વાતનો પણ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે જ્યારે ઈચ્છશે ત્યારે આગળ વધશે, કોઈના કહેવાથી નહીં.
View this post on Instagram
આ પણ વાંચોઃ પ્રામાણિક ચોર! સોનું, રોકડ ચોર્યાં પણ મેડલ પરત કરીને માફી માંગી