શાહિદ કપૂર અને મીરા રાજપૂતે મુંબઈમાં ખરીદ્યું રૂ. 60 કરોડનું ઘર
- શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત કપૂરે મુંબઈના વર્લી વિસ્તારમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટ અનેક સુવિધાઓથી સજ્જ છે, જેની કિંમત કરોડોમાં છે
28 મે, મુંબઈઃ શાહિદ કપૂર અને મીરા રાજપૂતનું નામ બોલિવૂડના લોકપ્રિય કપલ્સમાં સામેલ છે. ચાહકોને આ જોડી ખૂબ જ પસંદ પડે છે. બંને ઘણીવાર ઈવેન્ટ કે બોલિવૂડ પાર્ટીમાં એકસાથે જોવા મળે છે. હાલમાં જ આ કપલ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત કપૂરે મુંબઈના વર્લી વિસ્તારમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટ અનેક સુવિધાઓથી સજ્જ છે, જેની કિંમત કરોડોમાં છે.
60 કરોડમાં ખરીદ્યું ઘર
સૂત્રોના જણાવ્યા અનુસાર શાહિદ-મીરાએ મુંબઈના વરલી વિસ્તારમાં જે આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે તેની કિંમત 60 કરોડની છે. તે 5,395 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને સી-વ્યૂ ફેસિંગ છે, તેમાં ત્રણ પાર્કિંગ સ્પેસ છે. તે ઓબેરોય 360 વેસ્ટ પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
View this post on Instagram
રિપોર્ટ અનુસાર, શાહિદ અને મીરાએ આ પ્રોપર્ટી 24 મે 2024ના રોજ રજીસ્ટર કરાવી હતી. આ માટે દંપતીએ રૂ. 58.66 કરોડ ચૂકવી છે અને સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 1.75 કરોડ ચૂકવ્યા છે. આ એપાર્ટમેન્ટ ઓબેરોય રિયલ્ટી દ્વારા બનાવવામાં આવેલી બિલ્ડિંગમાં સૌથી ઉંચુ છે. દંપતીએ તેને ચંદક રિયલ્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદ્યું છે.
શાહિદ કપૂરનું વર્ક ફ્રન્ટ
તાજેતરમાં જ એક્ટર શાહિદ કપૂર ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ રહી હતી. હવે તે આગામી ફિલ્મ ‘દેવા’માં જોવા મળશે, જેનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ માટે જુલાઈ છે ખાસ: ખાતું આ મહિને પૈસાથી ભરાઈ જશે, મળશે બે-બે લાભ