મનોરંજન

‘પઠાણ’ સામે ‘શહેજાદા’ પાછળ પડ્યું, 25માં દિવસે પણ શાહરૂખની ફિલ્મ કમાણીમાં આગળ

SRKની વિવાદાસ્પદ અને સુપરહિટ ‘પઠાણ’ હિન્દી ફિલ્મે 25માં દિવસે પણ બોક્સ ઓફિસ પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભારત અને વિદેશમાં ‘પઠાણ’ ધૂમ મચાવી રહ્યું છે તેમજ ‘તેલુગુ’ અને ‘તમિલ’ ભાષામાં પણ સફળ થઇ રહ્યું છે. સતત કમાણી કરતી આ ફિલ્મે કાર્તિક આર્યનની ‘શહેજાદા‘ને ટક્કર આપી રહી છે. ‘પઠાણ’ 511 કરોડને પાર કરી ગઈ છે. આ હિન્દી ફિલ્મની લોકપ્રિયતા જોતા આવનાર સમયમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી શકે છે.

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને રોકાવાનું નામ નથી લઈ રહી. કાર્કિત આર્યનની ફિલ્મ ‘શહેજાદા’ આ અઠવાડિયે રીલિઝ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ ‘પઠાણ’ની કમાણીની ગતિ ધીમી પાડી શકી નથી. ફિલ્મ ધીરે ધીરે હિન્દી ભાષામાં 500 કરોડના આંકડા તરફ આગળ વધી રહી છે. ટૂંક સમયમાં 500 કરોડનો આંક પર પાડશે આવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : શું પરિવાર સાથે જોવા લાયક છે “પઠાણ” શાહરુખે જ આપ્યો આ જવાબ

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પઠાણની કમાણીના લેટેસ્ટ આંકડા જાહેર કર્યા છે. તેમના મતે ફિલ્મે 25માં દિવસે શનિવારે 3.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અગાઉ, ફિલ્મે ચોથા અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે શુક્રવારે 2.20 કરોડ રૂપિયાનો સારો બિઝનેસ કર્યો હતો. ફિલ્મની કુલ કમાણી હવે 493.60 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

‘પઠાણ’ મોટા રેકોર્ડની નજીક

માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ રવિવારે 4 થી 5 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. આવી સ્થિતિમાં તે આવતા અઠવાડિયે સરળતાથી 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. જો આમ થશે તો SRKના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાઈ જશે. આ ફિલ્મે તેલુગુ અને તમિલ ભાષાઓમાં શુક્રવારે 5 લાખ અને શનિવારે 7 લાખનો બિઝનેસ કર્યો હતો. આ સાથે આ બે ભાષાઓમાં તેનો બિઝનેસ વધીને 17.82 કરોડ રૂપિયા થઈ ગયો છે. ભારતમાં પઠાણની કુલ કમાણી 511.42 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો : શાહરૂખ ખાનને સૌથી વધુ શોખ છે આ વસ્તુનો, કરોડોની છે કિંમત

‘શહજાદા’ કાઈ ખાસ ન કરી શકી

નિર્માતાઓને કાર્તિક આર્યનની ફિલ્મ શહેજાદા પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ ફિલ્મ અપેક્ષાઓ તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે. તે હોલિવૂડની ફિલ્મ ‘એન્ટ મેન એન્ડ ધ વેસ્પઃ ક્વોન્ટુમેનિયા’ અને ‘પઠાણ’ની કઠિન સ્પર્ધાનો સામનો કરી રહી છે. શહજાદા આ ફિલ્મોની સામે કંઈ કરી ખાસ કરી શકી નથી. ફિલ્મે પહેલા દિવસે 6 કરોડ અને બીજા દિવસે 6.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે બે દિવસમાં કુલ રૂ. 12.65 કરોડનો બિઝનેસ કર્યો છે. હવે ફિલ્મની છેલ્લી આશા રવિવારે એટલે કે આજે ટકી છે.

Back to top button