આર્થિક સંકટ વચ્ચે શાહબાઝ શરીફે બીજી વખત પાકિસ્તાનની કમાન સંભાળી
ઈસ્લામાબાદ (પાકિસ્તાન), 04 માર્ચ: પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતા શાહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પાકિસ્તાનના પ્રમુખ આરિફ અલ્વીએ તેમના સત્તાવાર નિવાસસ્થાન આઈવાન-એ-સદર ખાતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શાહબાઝ હવે બીજી વખત પાકિસ્તાનની બાગડોર સંભાળશે. મહત્ત્વનું છે કે, શાહબાઝ શરીફ અગાઉ એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) ગઠબંધન સરકારમાં વડા પ્રધાન હતા.
બીજી વખત પાકિસ્તાના વડાપ્રધાન ચૂંટાયા
શાહબાઝ શરીફના શપથ સમારોહમાં તેમના મોટા ભાઈ અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ, પંજાબ પ્રાંતના મુખ્ય મંત્રી મરિયમ નવાઝ, ત્રણેય સેનાના વડાઓ પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતા. જો કે, કેબિનેટની જાહેરાત પછીથી કરવામાં આવશે. બીજી તરફ, શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. PTIએ ગયા મહિને દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે.
શાહબાઝ ફરી એકવાર પીએમના રોલમાં પરત ફર્યા
શાહબાઝ શરીફ ફરી એકવાર તેમણે ભજવેલી ભૂમિકા પર પાછા ફર્યા છે, જે પાછલા વર્ષે તેમણે ઓગસ્ટ સુધી નિભાવી હતી. જો કે, ચૂંટણીની તૈયારીઓ માટે સંસદ ભંગ કરાઈ હતી. જો કે, હવે ર્થશાસ્ત્રીઓ, રોકાણકારો અને વિદેશી મૂડી હવે કેબિનેટ, ખાસ કરીને નિર્ણાયક ફાઇનાન્સ પોર્ટફોલિયો અંગે શરીફ બારીકાઈથી નજર રાખશે. આગામી નાણા મંત્રીને અબજો ડૉલરના નવા ભંડોળ કરારને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સાથે ઠોંસ મંત્રણા કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર વખત ભૂતપૂર્વ નાણા પ્રધાન ઇશાક ડાર ટોચના દાવેદાર છે, જો કે અન્ય ઘણા ઉમેદવારો પર ગંભીરતાથી વિચારણા હાથ ધરાઈ રહી છે.
આ પણ વાંચો: શાહબાઝ શરીફ પાકિસ્તાનની કમાન સંભાળશે, સતત બીજી વખત બન્યા વડાપ્રધાન