ટ્રેન્ડિંગમનોરંજન

શાહરૂખના કો-એક્ટર શરદ કપૂર પર યૌન શૌષણનો આરોપ, બેડરૂમમાં બોલાવીને અયોગ્ય વર્તન કર્યું

  • બોલિવૂડ અભિનેતા શરદ કપૂર પર એક 32 વર્ષીય મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. અભિનેતા કમ પ્રોડ્યસરે મહિલાને ઘરે બોલાવીને અયોગ્ય વર્તન કર્યું હોવાનો દાવો કરાયો છે

30 નવેમ્બર, મુંબઈઃ અભિનેતા શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘જોશ’માં જોવા મળેલા અભિનેતા શરદ કપૂર વિરુદ્ધ યૌન શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ તેના પર જાતીય સતામણીનો આરોપ લગાવતા પોલીસમાં FIR નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે શરદ કપૂરે તેને પોતાના ઘરે બોલાવીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. 32 વર્ષીય મહિલાએ અભિનેતા વિરુદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

પીડિતાએ કર્યો ખુલાસો

ખાર પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે શરદ કપૂરે તેને કામ કરાવવાના બહાને પોતાના ઘરે બોલાવીને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. પીડિતાના જણાવ્યા અનુસાર તે ફેસબુક દ્વારા શરદ કપૂરના સંપર્કમાં આવી હતી, ત્યારબાદ તેમની વાતચીત વીડિયો કોલ દ્વારા શરૂ થઈ હતી. શરદે તેને કહ્યું કે તે ફિલ્મના શૂટિંગ વિશે મળવા અને વાત કરવા માંગે છે. આ પછી અભિનેતાએ ફોન પર તેનું લોકેશન મોકલ્યું અને તેને ખાર સ્થિત ઓફિસે આવવાનું કહ્યું હતું. જ્યારે પીડિતા ત્યાં ગઈ ત્યારે તેને ખબર પડી કે તે તેની ઓફિસ નહીં, પરંતુ તેનું ઘર છે.

શાહરૂખ ખાનના કો-એક્ટર શરદ કપૂર પર યૌન શૌષણનો આરોપ, બેડરૂમમાં બોલાવીને અયોગ્ય વર્તન કર્યું hum dekhenge news

ઘરમાં બોલાવીને અયોગ્ય સ્પર્શ કર્યો

ફરિયાદમાં પીડિતાએ ખુલાસો કર્યો કે જ્યારે તે બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા લોકેશન પર પહોંચી ત્યારે એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો અને અંદરથી શરદ કપૂરે બૂમ પાડીને તેને તેના બેડરૂમમાં મોકલવા કહ્યું. અભિનેતા ત્યાં કપડાં વગરની અવસ્થામાં હતા. મહિલાએ તેને કપડા પહેરીને વાત કરવા કહ્યું ત્યારે શરદે પીડિતાને રૂમમાં જબરજસ્તી લઈ જઈને કથિત રીતે સ્પર્શ કર્યો. મહિલા જેમ તેમ કરીને ત્યાંથી ભાગી નીકળી તો સાંજે અભિનેતાએ મહિલાને વોટ્સએપ પર અપશબ્દો સાથે મેસેજ મોકલ્યો. પીડિતાએ આખી ઘટના એક મિત્રને જણાવી અને પછી તેણે નજીકના ખાર પોલીસ સ્ટેશનમાં શરદ કપૂર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફિલ્મ ‘જોશ’ ઉપરાંત શરદ કપૂર ‘ક્યોંકિ મેં જુઠ નહીં બોલતા’, ‘એલઓસી કારગિલ’, ‘લક્ષ્ય’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. હાલમાં શરદ કપૂર પ્રોડ્યુસર પણ છે.

આ પણ વાંચોઃ લોકોને મારી સાથે સેલ્ફી તો લેવી હતી, પણ ભાડે મકાન નહોતું આપવુંઃ કલ્કિનો ખુલાસો

Back to top button