શાહરૂખ ફરી બનશે ‘ડોન’, ફિલ્મ કિંગમાં દિકરી સુહાના સામે ટકરાશે!
- ફિલ્મ કિંગમાં શાહરૂખ ખાન ડોનના પાત્રમાં જોવા મળશે. તેનું આ પાત્ર અનોખુ હશે અને નવું હશે, જેની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે હશે સુહાના ખાન
23 એપ્રિલ, મુંબઈઃ શાહરૂખ ખાન પોતાની દીકરી સુહાના ખાનની કરિયરને સેટ કરવામાં કોઈ કસર છોડવા ઈચ્છતો નથી. પહેલી ફિલ્મ આર્ચીઝને મળેલા નેગેટિવ રિવ્યૂ બાદ એક્ટરે ખુદ દીકરી સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. હવે બંને ફિલ્મ કિંગમાં જોવા મળશે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક મોટી જાણકારી સામે આવી છે. રિપોર્ટ મુજબ ફિલ્મ કિંગમાં અભિનેતા ડોનના પાત્રમાં જોવા મળશે. તેનું આ પાત્ર અનોખુ હશે અને નવું હશે, જેની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે અભિનેતા લાંબા સમય બાદ એક વાર ફરી ગ્રે શેડ્સમાં જોવા મળશે.
ગ્રે શેડ્સમાં જોવા મળશે શાહરૂખ
શાહરૂખ ખાન દિકરી સુહાના સાથે ફિલ્મ કિંગમાં ગ્રે શેડ્સમાં જોવા મળશે. આ પાત્ર અને ફિલ્મ સાથે જોડાયેલા અનેક પહેલુઓ પર એક્ટર પઠાનના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ અને સુજોય ઘોષ સાથે મળીને કામ કરી રહ્યો છે. શાહરૂખ પહેલી વાર મોટા પરદા પર સુહાના સાથે જોવા મળશે. તે ઈચ્છતો નથી કે કોઈ પણ કમીના કારણે સુહાનાની કરિયર પર તેની કોઈ ખરાબ અસર પડે.
સુહાના સાથે થશે ટક્કર
ફિલ્મ કિંગમાં શાહરૂખ ખાન એક ગુરુના રૂપમાં જોવા મળશે અને સુહાના તેની શિષ્યા હશે. બંનેની વચ્ચે કેટલાક એક્શનના ઈન્ટેસ સીન પણ બતાવાશે. શાહરૂખ ખાને આ ફિલ્મ માટે પોતાનો લુક પણ બદલ્યો છે. એક્ટર કિંગમાં લાંબા વાળની હેરસ્ટાઈલ અને નાની દાઢીમાં જોવા મળશે. તેમનો આ ગ્રે શેડ્સ વાળો લુક શાનદાર રહેશે સાથે ફિલ્મમાં તેનો સ્વેગ તમામ કમીઓ પૂરી કરશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ફિલ્મ રીલીઝ થશે.
આ પણ વાંચોઃ સેલ્સ ગર્લ બની શ્રદ્ધા કપૂર, દુકાનમાં ઘરેણાં વેચીને કમાયા આટલા રુપિયા