ટ્રેન્ડિંગમનોરંજન

‘ધ મેકિંગ ઓફ અ સ્ટાર’માં શાહરૂખે લોકોને હસાવ્યા, હુ લેજન્ડ નહીં, બૉન્ડ છું, જેમ્સ બૉન્ડ!

શાહરૂખ ખાન દુબઈમાં આયોજિત ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024’ની 11મી એડિશનમાં શાહરૂખખાન ‘ધ મેકિંગ ઓફ અ સ્ટાર’ પર ચર્ચા કરવા અહીં આવ્યો હતો. આ ઈવેન્ટમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખે દિલ ખોલીને વાતો કરી હતી

દુબઈ, 14 ફેબ્રુઆરીઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન હંમેશા હેડલાઈન્સમાં રહે છે. શાહરૂખ ખાને તાજેતરમાં દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ની 11મી એડિશનમાં ભાગ લીધો હતો. આ ગ્લોબલ ઈવેન્ટમાં શાહરૂખખાન ‘ધ મેકિંગ ઓફ અ સ્ટાર’ પર ચર્ચા કરવા અહીં આવ્યો હતો. આ ઈવેન્ટમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખે દિલ ખોલીને વાતો કરી હતી અને હંમેશની જેમ પોતાની બૌદ્ધિક રમૂજવૃત્તિનો પરિચય પણ કરાવ્યો.

આ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં શાહરૂખ ખાનની સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ હાજર હતી. અહીં શાહરૂખ ખાન આ સમિટની અધ્યક્ષતા કરી રહ્યો છે. પૂજાએ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાંથી શાહરૂખ ખાનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં શાહરૂખ ખાન બ્લેક સૂટ- બૂટમાં જેન્ટલમેન બનીને બેઠો છે. સાથે જ, તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે શાહરૂખ ખાન બેઠેલી વ્યક્તિ સાથે મસ્તી-મજાક કરતો જોવા મળી રહ્યો છે. જેમાં તે પોતાને ચાઈનીઝ બોન્ડ ગણાવી રહ્યો છે.

શાહરુખે કહ્યું, ‘હું કોઈ લેજન્ડ નથી, હું બોન્ડ છું… જેમ્સ બોન્ડ’

માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના દરેક લોકો શાહરુખને હોલિવૂડની ફિલ્મોમાં જોવા માંગે છે. આ દરમિયાન વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટના હોસ્ટે શાહરૂખને એક સવાલ પૂછ્યો કે શું તે હોલિવૂડના લોકપ્રિય સ્પાઈ હીરો ‘જેમ્સ બોન્ડ’નો રોલ કરવા ઈચ્છશે? આ સવાલનો શાહરૂખે જે જવાબ આપ્યો તે તેની ટ્રેડમાર્ક સ્ટાઈલનું પરફેક્ટ ઉદાહરણ છે. આ સમિટમાં શાહરૂખનો પરિચય કરાવતી વખતે હોસ્ટે તેને ‘લેજન્ડ’ કહ્યો, પરંતુ શાહરૂખે તેને મજાકિયા અંદાજમાં કહ્યું, ‘તમે ખૂબ જ સ્વીટ છો, પણ હું લેજન્ડ નથી… આઈ એમ બોન્ડ, જેમ્સ બોન્ડ’

શાહરૂખ ખાને તેના અંદાજથી લોકોને હસાવ્યા

આ દરમિયાન શાહરૂખે કહ્યું, ‘હું બોન્ડ બનવા તો માંગુ છું, પરંતુ હું તેના માટે ઘણો નાનો છું.’ અભિનેતાનો આ જવાબ સાંભળીને ઈવેન્ટમાં હાજર દરેક લોકો ખૂબ હસવા લાગ્યા. શાહરૂખને આગળ પૂછવામાં આવ્યું કે શું તે બોન્ડ ફિલ્મોમાં વિલન બનવા ઈચ્છશે? શાહરૂખ ખાને તેનો બેસ્ટ જવાબ આપતાં કહ્યું, હોલિવૂડ ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં એશિયન અને બ્રાઉન લોકોને કાસ્ટ કરવામાં આવે છે. તેના માટે હું પર્યાપ્ત બ્રાઉન છું. જેના પર દર્શકો ખૂબ હસ્યા અને તાળીઓ પણ વગાડી.

આ પણ વાંચોઃ બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી ફિલ્મનું બીજું ટીઝર રીલીઝ, એક માતાની વેદના હચમચાવશે

Back to top button