ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

શાહરૂખ ખાન અને સમીર વાનખેડેની ચેટ સામે આવી, ‘बेटे को जेल में मत रखो, वो टूट जाएगा’

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ કેસમાં NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે. આ મામલે એક નવો ખુલાસો થયો છે. સમીર વાનખેડે અને શાહરૂખ ખાનની ચેટ સામે આવી છે જેમાં શાહરૂખ તેના પુત્ર માટે સમીર પાસેથી રાહત માંગતો જોવા મળે છે. સમીર વાનખેડેએ આ ચેટને મુંબઈ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી સાથે જોડી છે. સમીર અને શાહરૂખની આ ચેટ દિવાળીના સમયની છે જ્યારે આર્યન ખાન જેલમાં હતો. ચેટમાં શાહરૂખ સમીરને કહી રહ્યો છે કે તેને જેલમાં ન રાખો, નહીં તો તે તૂટી જશે.

 

સમીર વાનખેડે અને શાહરૂખ વચ્ચેની આ ચેટમાં શાહરૂખ કહી રહ્યો છે- “હું તમારી સામે હાથ જોડીને કહું છું કે મહેરબાની કરીને તેને જેલમાં ન રાખો. આ રજાઓ આવશે અને તે ભાંગી પડશે. તે કેટલાક સ્વાર્થી લોકોના કારણે તૂટી જશે. તમે મને વચન આપ્યું હતું કે તમે મારા દીકરાને સુધારશો. તેને એવી જગ્યાએ ન મોકલો જ્યાંથી તે સંપૂર્ણપણે વિખેરાઈને બહાર આવે અને તે તેની ભૂલ નથી.”

Shahrukh Khan chat with Sameer Wankhede
Shahrukh Khan chat with Sameer Wankhede

સમીર વાનખેડે સામે શાહરૂખ દીકરા માટે ભીખ માંગી

સામે આવેલી ચેટમાં શાહરૂખે મેસેજમાં આગળ લખ્યું – એક સારા વ્યક્તિ હોવાના કારણે, તમે કેટલાક સ્વાર્થી લોકોના કારણે આર્યન સાથે આવું કેમ કરી રહ્યા છો. હું તમને વચન આપું છું કે હું એ લોકો પાસે જઈશ અને તેમને વિનંતી કરીશ કે તમારી સામે કંઈ ન બોલે. તેણે જે કહ્યું છે તે પાછું લે તે સુનિશ્ચિત કરવા હું મારી તમામ તાકાતનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીશ. હું વચન આપું છું કે હું આ બધું કરીશ અને તેમને રોકવા પાછો નહીં પડુ. પણ મહેરબાની કરીને મારા દીકરાને ઘરે પાછા મોકલો, તમે પણ તમારા દિલથી જાણો છો કે તેની સાથે આ ખોટું થઈ રહ્યું છે. મહેરબાની કરીને, પિતા તરીકે હું તમને વિનંતી કરું છું.

શાહરૂખ ખાનને સમીરે આ જવાબ આપ્યો

આ દરમિયાન સમીર વાનખેડેએ પણ શાહરૂખ ખાનના મેસેજનો જવાબ આપ્યો, જે ચેટ સામે આવી તેમાં સમીરે લખ્યું- “શાહરુખ, હું જાણું છું કે તું એક સારો વ્યક્તિ છે. તને શુભકામનાઓ. તારું ધ્યાન રાખજે.” વાનખેડે હવે આ ચેટની મદદથી કોર્ટમાં પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સમીર વાનખેડે દ્વારા 3 ઓક્ટોબર, 2021ના રોજ ગોવા જઈ રહેલા ક્રૂઝમાંથી ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ વાનખેડે પર વસૂલીનો આરોપ લાગ્યો હતો. જેની વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. હવે તપાસ બાદ તેના પર આ કેસમાં આર્યનને બચાવવા માટે 25 કરોડ રૂપિયાની ખંડણીનું પ્લાનિંગ કરવાનો આરોપ છે. ત્યારબાદ, 18 કરોડમાં ડીલ ફાઈનલ કરવામાં આવી હતી.

Back to top button