શાહરૂખ ખાનની ‘વીર ઝારા’ મોટા પડદા પર પાછી ફરી, 20 વર્ષ બાદ 100 કરોડને કરશે પાર
- થોડા મહિનાઓથી નવી બોલિવૂડ ફિલ્મોની રિલીઝમાં લાંબા અંતરને ધ્યાનમાં રાખીને, ઘણી ફિલ્મો રી-રિલીઝ થઈ રહી છે
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘વીર ઝારા’ ફરી એકવાર રૂપેરી પડદે પાછી આવી છે. 20 વર્ષ પહેલાં પ્રથમવાર સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ આજે પણ થિયેટરોમાં દર્શકોની ભીડ જમાવી રહી છે. ‘વીર ઝારા’, જે તેના સમય દરમિયાન શાહરૂખની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી, હવે તેની ફરીથી રિલીઝ સાથે 100 કરોડ રૂપિયાના આંક તરફ નજર કરી રહી છે. રિલીઝના 20 વર્ષ બાદ પણ તે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો માઇલસ્ટોન પાર કરી શકે છે.
Experience the timeless love story of #VeerZaara at a big screen near you!
Book your tickets NOW! https://t.co/dnDwHk8KgQ | https://t.co/RauakDkIi3 pic.twitter.com/OeeQe4WAt4— Yash Raj Films (@yrf) September 16, 2024
પસંદગીની સ્ક્રીનમાંથી મજબૂત કમાણી
અહેવાલો મુજબ, ‘વીર ઝારા’ લગભગ 300 શો સાથે રી-રિલીઝ કરવામાં આવી છે અને પહેલા જ દિવસથી તેણે દર્શકોને શાહરૂખ બ્રાન્ડ રોમાંસના જાદુ હેઠળ આકર્ષિત કરવાનું શરૂ કર્યું હતું. કિંગ ખાનની સૌથી પ્રતિકાત્મક રોમેન્ટિક ફિલ્મોમાંની એક ‘વીર ઝારા’ એ પહેલા જ દિવસે એટલે કે શુક્રવારે લગભગ 25 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
શનિવારે તેની કમાણી વધીને લગભગ 40 લાખ રૂપિયા અને રવિવારે તેનું ગ્રોસ કલેક્શન 45 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. જ્યારે ફિલ્મની માંગને ધ્યાનમાં રાખીને ફિલ્મના વધુ 100 શો વધારવામાં આવ્યા છે અને હવે ફિલ્મ 400 જેટલી સ્ક્રીન પર ચાલી રહી છે. રી-રિલીઝના શરૂઆતના સપ્તાહમાં જ, ફિલ્મે 1.10 કરોડથી વધુ એટલે કે 90 લાખથી વધુની કમાણી કરી છે.
20 વર્ષ પછી રેકોર્ડ બનાવશે
‘વીર ઝારા’એ તેના મૂળ બોક્સ ઓફિસ રનમાં વિશ્વભરમાં રૂ. 95 કરોડથી વધુનું કુલ કલેક્શન કર્યું હતું. તાજેતરમાં, આ ફિલ્મ બહુ ઓછી સ્ક્રીન પર ફરીથી રિલીઝ કરવામાં આવી છે અને વર્તમાન કલેક્શન સહિત, ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી રૂ. 97 કરોડને વટાવી ગઈ છે.
2004માં જ્યારે આ ફિલ્મ પહેલીવાર રિલીઝ થઈ હતી ત્યારે આ આંકડો ઘણો મોટો હતો. ગયા વર્ષે શાહરુખ ખાને બે બેક ટૂ બેક 1000 કરોડની કમાણી કરતી ફિલ્મો આપી હતી, હવે તેની 20 વર્ષ જૂની ફિલ્મ 100 કરોડ રૂપિયા સુધી પહોંચે છે તે બતાવે છે કે તેનું કદ કેટલું મોટું છે.
આ પણ જૂઓ: ઐશ્વર્યા રાયને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, આરાધ્યાએ ક્ષણોને ખાસ બનાવી