ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

શાહરૂખ ખાનની સુરક્ષામાં વધારો : મહારાષ્ટ્ર સરકારે આપી Y+ સિક્યોરીટી

Text To Speech
  • જાન થી મારી નાખવાની ધમકી મળતા શાહરૂખ ખાને કરી ફરિયાદ 
  • પઠાણ અને જવાનની સફળતા બાદ આવ્યા ધમકીભર્યા ફોન

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની સુરક્ષામાં સોમવારે(9 ઓક્ટોબરે) વધારો કરવામાં આવ્યો છે. ઍકટર શાહરૂખ ખાને રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી કે, તેની ફિલ્મો પઠાણ અને જવાન બોક્સઓફિસ પર સફળતા થયા બાદ તેને જાન થી મારી નાખવાની ધમકીભર્યા ફોન કોલ આવી રહ્યા છે. જે બાદ રાજ્ય સરકારે તેમની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લીધો છે અને શાહરૂખ ખાનને Y+ સિક્યોરીટી આપી છે.

ધમકીભર્યા કોલ મળતા શાહરૂખ ખાને કરી હતી લેખિત ફરિયાદ

શાહરૂખ ખાન માટે વર્ષ 2023 શાનદાર રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં જ પઠાણ અને પછી જવાન. તેની આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં એક અલગ રેકોર્ડ બનાવ્યો છે. આ બંને ફિલ્મોની સફળતા બાદ શાહરૂખ ખાને રાજ્ય સરકારને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ધમકીના ફોન આવ્યા હતા. શાહરૂખ ખાનની આ લેખિત ફરિયાદ બાદ રાજ્ય સરકારના આદેશ પર IGએ VIP સુરક્ષાનો આદેશ આપ્યો છે અને અભિનેતાની સુરક્ષા વધારવા માટે કહ્યું છે. જેથી શાહરૂખને હવે Y+ સુરક્ષા મળશે. શાહરૂખ ખાનની આ સુરક્ષા માટે પૈસા ચૂકવવામાં આવશે. એટલે કે તેમણે આ માટે સરકારને પૈસા ચૂકવવા પડશે.

 

પઠાણ અને જવાનની કમાણી

પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાંથી અંદાજે 1050 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેની બીજી ફિલ્મ એટલે કે જવાને પણ પઠાણનો રેકોર્ડ તોડ્યો હતો અને જવાન અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

 

આ પણ વાંચો :રિયા ચક્રવર્તી પર જબરજસ્ત ભડકી સુશાંતની બહેન, આપ્યો સણસણતો જવાબ!

Back to top button