ટ્રેન્ડિંગમનોરંજન

શાહરૂખ ખાનની ‘જવાન’ને રીલિઝ થતાં જ મોટો આંચકો લાગ્યો, આ સાઈટ પર HD પ્રિન્ટમાં લીક થઈ

Text To Speech
  • શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે.

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જવાન‘ આખરે રિલીઝ થઈ ગઈ છે. મેકર્સ અને સ્ટાર્સને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પ્રીવ્યુ પછી આવેલા ટ્રેલરને જોયા બાદ કિંગ ખાનના ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના અને ક્રેઝ બમણો થઈ ગયો હતો. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ થિયેટરોની બહાર જે ઉજવણીઓ થઈ રહી છે તેના પરથી ફિલ્મનો ક્રેઝ કેટલો છે તેનો અંદાજ લગાવી શકાય છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સિનેમાઘરોમાં ફિલ્મને ખુબજ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

આશા છે કે ફિલ્મ 100 કરોડથી વધુનો આંકડો પાર કરી શકે છે. પરંતુ આ દરમિયાન જવાન ફિલ્મ વિશે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કિંગ ખાનની ફિલ્મ ‘જવાન’ કેટલીક સાઇટ્સ પર ઓનલાઈન લીક થઈ ગઈ છે.

‘જવાન’ રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન લીક થઈ ગઈ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની રિલીઝના થોડા કલાકો બાદ જ જવાન HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગયો છે. આ ફિલ્મ તમિલરોકર્સ, MP4Movies, VegaMovies અને FilmyZilla સહિતની ઘણી સાઇટ્સ પર સંપૂર્ણ HD પ્રિન્ટમાં મફતમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. ફિલ્મ લીક થયા બાદ મેકર્સને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની આ પહેલી ફિલ્મ નથી જે લીક થઈ હોય. આ પહેલા ‘પઠાણ’ પણ ઓનલાઈન લીક થઈ ગઈ હતી, પરંતુ લીક થયા બાદ પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સોશિયલ મીડિયા પર ‘જવાન’નો ક્રેઝ જોરદાર

‘જવાન’ જોવા ગયેલા કિંગ ખાનના ચાહકો પણ સોશિયલ મીડિયા પર ફિલ્મના દ્રશ્યો શેર કરી રહ્યા છે. ‘જવાન’ જોયા પછી લોકો દાવો કરી રહ્યા છે કે આ ફિલ્મ ‘પઠાણ’નો રેકોર્ડ તોડશે. આ સિવાય ફિલ્મે રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ મેળવ્યું છે અને ફિલ્મે પ્રીસેલમાં 17 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય નયનથારા અને વિજય સેતુપતિ મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: અનુરાગ કશ્યપને પુત્રી આલિયાને લઈ આ બાબતનો અફસોસ ! કહ્યું- ‘માફી માગવામાં મોડું થઈ ગયું’

Back to top button