મનોરંજન

સલમાન ખાનની ફિલ્મમાં શાહરૂખ ખાનની થશે ધમાકેદાર એન્ટ્રી!

Text To Speech

સલમાન ખાન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ટાઈગર 3 અને કભી ઈદ કભી દિવાળી સંબંધિત અપડેટ્સ દરરોજ બહાર આવતા રહે છે. હવે માહિતી આવી રહી છે કે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3માં બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન આ ફિલ્મમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

શાહરૂખ ખાન 10 દિવસમાં સલમાન ખાન સાથે ટાઇગર 3માં તેનો સ્પેશિયલ રોલ શૂટ કરશે. ટાઇગર 3 માં કિંગ ખાનના રોલ માટે એક ખૂબ જ ખાસ પરિચય દ્રશ્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. નિર્માતાઓ આ વિશિષ્ટ દ્રશ્યની વિગતો શેર કરવાનું હાલ ટાળી રહ્યાં છે.

આ ફિલ્મોમાં સલમાન-શાહરૂખ જોવા મળ્યા છે
સલમાન-શાહરૂખ ખાનની આ જોડી લાંબા સમય બાદ પડદા પર સાથે વાપસી કરી રહી છે. પઠાણ અને ટાઇગર 3 પહેલા, આ જોડીએ કરણ-અર્જુન, કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા, હમ તુમ્હારે હૈ સનમ તેમજ સલમાન શાહરૂખ ખાનની ટ્યુબલાઇટ, ઝીરો અને ઓમ શાંતિ ઓમમાં સાથે રોલ કર્યો હતો.

ટાઇગર ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મમાં સલમાન ખાન RAW એજન્ટના રોલમાં જોવા મળી શકે છે, જ્યારે કેટરીના ISI એજન્ટ ઝોયાની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના સિવાય અભિનેતા ઇમરાન હાશ્મી મુખ્ય વિલનની ભૂમિકામાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળી શકે છે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.

Back to top button