શાહરુખ ખાન પહેલી વાર પોતાના બાળકો સાથે કરશે ડેબ્યૂ, જાણો ફિલ્મનું નામ


- શાહરુખ તેની પુત્રી સાથે ફિલ્મ ‘કિંગ’ કરવા જઈ રહ્યો છે. આ સિવાય ખાસ વાત એ પણ છે કે આ વખતે અબરામ-આર્યન પણ ડેબ્યૂ કરશે
12 ઓગસ્ટ, મુંબઈઃ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન ફરી એકવાર પોતાના બાળકો સાથે સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ઘણા સમયથી એવા સમાચાર આવી રહ્યા હતા કે સુપરસ્ટારની દીકરી સુહાના સાથે ‘કિંગ’ ફિલ્મ કરવા જઈ રહ્યો છે. હવે શાહરુખે સ્વિટ્ઝર્લેન્ડના લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં એ વાત કન્ફર્મ કરી છે કે તે તે તેની પુત્રી સાથે ફિલ્મ ‘કિંગ’ કરવા જઈ રહ્યો છે. આ સિવાય ખાસ વાત એ પણ છે કે આ વખતે અબરામ-આર્યન પણ ડેબ્યૂ કરશે.
પિતા સાથે પહેલી વાર સ્ક્રીન શેર કરશે સુહાના
સુહાનાએ ‘ધ આર્ચીઝ’થી અભિનયની દુનિયામાં પ્રવેશ કરી લીધો છે, પરંતુ તે ફિલ્મ કોઈ કમાલ કરી શકી ન હતી. જો કે હવે તે પિતાની સાથે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. તે ફિલ્મ થિયેટર્સમાં રીલીઝ થવાની છે. શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ‘ધ લાયન કિંગ’માં સિમ્બાના રોલને અવાજ આપી ચૂક્યો છે. આ જ ફિલ્મમાં શાહરુખે મુફાસાના પાત્રનો વોઈસ ઓવર કર્યો હતો. આ પિતા-પુત્રની જોડી હવે ‘ધ લાયન કિંગ’ની પ્રિક્વલમાં પણ પરત આવી છે.
View this post on Instagram
મુફાસાથી નાનો દિકરો અબરામ પણ કરશે ડેબ્યૂ
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન ‘મુફાસાઃ ધ લાયન કિંગ’માં તેના બંને પુત્રો સાથે કામ કરશે. આ ફિલ્મ કિંગ ખાનના નાના પુત્ર અબરામની ડેબ્યૂ હશે. 11 વર્ષનો અબરામ આ ફિલ્મમાં યંગ મુફાસા માટે અવાજ આપશે. ફિલ્મનું નવું ટ્રેલર તાજેતરમાં રીલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મ 20 ડિસેમ્બરે થિયેટર્સમાં રીલીઝ થશે.
આ પણ વાંચોઃ કંગના રાણાવતે હિંડનબર્ગ રિપોર્ટ પર રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?