આર્યનના કરિયરને સેટ કરવામાં શાહરૂખ વ્યસ્ત, પહેલા દિવસે સેટ પર પહોંચ્યો કિંગ ખાન
બોલિવૂડ એક્ટર આર્યન ખાનના બોલિવૂડ ડેબ્યૂને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. હવે પોતાનો પૂરો સમય કાઢીને શાહરૂખ તેના દીકરા આર્યનના કરિયર પર ફોકસ કરી રહ્યો છે. આર્યન તેના પિતાની જેમ અભિનેતા તરીકે કરિયરની શરૂઆત કરી રહ્યો નથી, પરંતુ તે ડિરેક્શન કરતો જોવા મળશે. હાલમાં જ આર્યન ખાનના શૂટિંગ સેટ પર પહેલા દિવસે તેના પિતા પણ તેને ચીયર કરવા પહોંચ્યા હતા.
View this post on Instagram
2 જૂને આર્યન ખાને મુંબઈના વર્લીમાં ‘સ્ટારડમ’ વેબ સિરીઝનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન શાહરૂખ ખાન પણ પોતાના પુત્રને ચીયર કરવા પહોંચ્યો હતો. રિપોર્ટિંગનો સમય સવારે 7 વાગ્યાનો હતો અને શાહરૂખ ખાન આર્યન ખાનને સરપ્રાઈઝ આપવા 7 વાગ્યા પહેલા પહોંચી ગયો હતો. વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પણ, શાહરૂખ ખાને આ ખાસ દિવસે તેના પુત્રને પ્રોત્સાહિત કર્યો હતો.
‘સ્ટારડમ’ વેબ સિરીઝ 6 એપિસોડની ‘હશે
આ વેબ સિરીઝની વાત કરીએ તો આર્યન ખાનની આ વેબ સિરીઝમાં 6 એપિસોડ હશે. તેની જાહેરાત વર્ષ 2022માં ડિસેમ્બરમાં કરવામાં આવી હતી. આ વેબ સિરીઝને ‘સ્ટારડમ’ નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ વેબ સિરીઝ પર કામ ઝડપથી થશે અને કુલ 350 લોકો એકસાથે તેનું શૂટિંગ કરી રહ્યા છે. આ વેબ સિરીઝ દ્વારા બોલિવૂડનો ગોલ્ડન એરા બતાવવામાં આવશે અને ચાહકોને સ્ટારડમના સાચા અર્થનો પરિચય કરાવવામાં આવશે.
આ ફિલ્મોમાં શાહરૂખ ખાન જોવા મળશે
આ વેબ સિરીઝ વિશે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળશે. આર્યનના પિતા અને સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતે આ વેબ સિરીઝમાં જોવા મળશે. તેમના સિવાય રણવીર સિંહ પણ આ વેબ સિરીઝમાં જોવા મળે તેવી શક્યતા છે. આ વેબ સિરીઝમાં અભિનેતા રામ કપૂરની પત્ની ગૌતિમા કપૂર પણ જોવા મળશે. એટલે કે હવે આર્યન ખાન તેની કારકિર્દીની શરૂઆતમાં બોલિવૂડના બે જાણીતા કલાકારોને નિર્દેશિત કરતો જોવા મળશે. શાહરૂખની વાત કરીએ તો તેની ફિલ્મ ‘જવાન’ ઔર ‘ડંકી’ રિલીઝ થવા જઈ રહી છે.