ટ્રેન્ડિંગમનોરંજન

શાહરુખ ખાને ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ, રિલીઝ કર્યું ‘Jawan ‘નું નવું પોસ્ટર

Text To Speech

બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘Jawan ‘નું પ્રીવ્યૂ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ચાહકો તરફથી પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ સાથે જ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. આ બધા વચ્ચે, કિંગ ખાને ટ્વિટર પર ફરી એકવાર એસઆરકે સેશનનું આયોજન કર્યું, જેમાં તેણે તેના ફેન્સના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા.

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘Jawan ‘ને લઈને ફેન્સનો ક્રેઝ વધવા લાગ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મના પ્રિવ્યૂ પર દર્શકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો. કિંગ ખાન ટ્વિટર પર એસઆરકે સેશનમાં જોડાયો. આટલું જ નહીં, શાહરૂખ ખાને આ સેશનના છેલ્લા ભાગમાં ફેન્સને જબરદસ્ત સરપ્રાઈઝ આપ્યું અને ‘Jawan ‘નું નવું પાવરફુલ પોસ્ટર રિલીઝ કરીને ચાહકોની ખુશીને બમણી કરી દીધી.

‘Jawan ‘નું નવું પોસ્ટર રિલીઝ કરતાં શાહરૂખ ખાને લખ્યું, “હવે કામ પર પાછા જઈ રહ્યો છું. તમારો સમય આપવા બદલ આભાર.

Back to top button