VIDEO: શાહરુખ ખાનના દીકરાનો ટલ્લી થયેલો વીડિયો વાયરલ થયો, સમીર વાનખેડે કહ્યું- આજની પેઢી…
મુંબઈ, 12 જાન્યુઆરી 2025 : વર્ષ 2021માં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને તેમના દીકરા આર્યન ખાન માટે મુશ્કેલીઓથી ભરેલો રહ્યોં હતો. કારણકે ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનની ધરપકડ કરનાર ઓફિસરનું નામ સમીર વાનખેડે હતું. જ્યારે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સોશિયલ મીડિયા પર SRK અને તેમના દીકરાને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. લોકોએ સમીરના વખાણ પણ કર્યા હતા.
તાજેતરમાં આ ધરપકડ પછી સમીરને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. ધરપકડના 4 વર્ષ પછી 2025 નવા વર્ષના દિવસે આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જે જોયા પછી યૂઝર્સ અંદાજો લગાવી રહ્યાં છે કે તે નશામાં છે. તાજેતરમાં જ સમીર વાનખેડેએ વાયરલ વીડિયો પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સમીરે કહ્યું હતું કે, ‘હું એ વ્યક્તિ વિશે કંઈ નહિ કહું.’
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
View this post on Instagram
સમીર વાનખેડેએ શું કહ્યું?
તેમણે કહ્યું, ‘પણ જો તમે ૩૧ ડિસેમ્બરની વાત કરો તો આજના યુવાનો માને છે કે નવા વર્ષની પૂર્વ સંધ્યા એટલે દારૂ પીને નશામાં આવી જવું.’ એમાં કોઈ શંકા નથી કે લોકોએ મજા કરવી જોઈએ, પણ તેમણે પોતાના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડવું જોઈએ. સમીરે ટ્રોલિંગ વિશે પણ વાત કરી. આર્યન ખાનની ધરપકડ બાદ તેમની ઘણી ટીકા થઈ હતી. આ વિશે વાત કરતાં તેમણે કહ્યું, ‘ટ્રોલિંગ મારા માટે મજેદાર છે’.
View this post on Instagram
શાહરૂખ ખાનને XYZ ગણાવ્યો
તેમણે કહ્યું, ‘મેં આના કારણે ઘણી ખરાબ બાબતોનો સામનો કર્યો છે જેમ કે આતંકવાદી ગણાવીને ધમકીઓ મળવી, આ ખૂબ જ નાની વસ્તુઓ છે. મને ધમકીભર્યા સંદેશાઓ રમુજી લાગે છે. તેમણે કહ્યું કે ટીકા ઉપરાંત, તેમને ઘણા લોકો તરફથી પ્રશંસા પણ મળી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આર્યન ખાનના ડ્રગ્સ કેસ પછી શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડવાનો નિર્ણય લીધો છે? તો સમીરે કહ્યું કે તે કોઈપણ XYZ પર ટિપ્પણી કરવા માંગતાં નથી.
આ પણ વાંચો : ભારત માથે ભયંકર તોફાનના ભણકારા: આ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ ખાબકશે, બેવડી ઋતુનો માર