શાહરૂખ ખાનને સૌથી વધુ શોખ છે આ વસ્તુનો, કરોડોની છે કિંમત
પોતાની સ્ટાઇલ અને લાઇફ સ્ટાઇલના કારણે સતત ચર્ચામાં રહેતા શાહરુખ ખાન હાલમાં પોતાની ફિલ્મ પઠાણના કારણે ઘણા ચર્ચામાં છે. આ વચ્ચે હવે પોતાની લાઈફ સ્ટાઇલના કારણે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ્યારે શાહરુખ ખાન તાજેતરમાં જ એક ઈવેન્ટમાં પહોંચ્યો તો તેના હાથમાં પહેરેલી ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું છે. શાહરૂખને સૌથી વધુ શોખ ઘડિયાળનો છે એવું તેને ઘણીવાર કહ્યું પણ છે.
આ પણ વાંચો : જર્મનીમાં પણ ‘પઠાણ’નો નશો , વીડિયો પર શાહરૂખે જાણો શું કહ્યું ?
પઠાણ ફિલ્મ રીલિઝ થઈ અને હિટ સાબિત થઈ તો મીડિયા સાથેની એક વાતચીતનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઈવેન્ટમાં શાહરુખ ખાનની સાથે દીપિકા પાદુકોણ, જૉન અબ્રાહમ અને ડાઈરેક્ટર સિદ્ધાર્થ આનંદ પણ હાજર રહ્યા હતા. આ ઈવેન્ટમાં શાહરુખ ખાન પોતાની મોંઘીદાટ ઘડિયાળ પહેરીને આવ્યો હતો, જેની કિંમત લાખોમાં નહીં કરોડોમાં છે. આ એક ઘડિયાળની કિંમતમાં તમે એક મકાન ખરીદી શકો છો.
શાહરુખ ખાનની આ ઘડિયાળની વાત કરીએ તો તે સ્વિટ્ઝર્લેન્ડની એક કંપની Audemars PiguetÞí Royal Oak Perpetual Calendar Watch છે. આ ઘડિયાળની કિંમત 4.98 કરોડ રુપિયા છે. શાહરુખ ખાનના હાથમાં જોયા પછી આ ઘડિયાળની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. અને ઘણાં ફેશન બ્લોગરે તેનો ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનને મોંઘી ઘડિયાળનો શોખ છે.
શાહરુખ ખાન વિદેશથી હંમેશા ઘડિયાળ ખરીદીને આવે છે. નોંધનીય છે કે એક વાર અનુષ્કા શર્માને જ્યારે પૂછવામાં આવ્યુ હતું કે જો તેને શાહરુખ ખાનના ઘરેથી કોઈ વસ્તુ ચોરવાની તક મળે અથવા તો લેવાની તક મળે તો તે શું લેવાનું પસંદ કરશે? ત્યારે અનુષ્કા શર્માએ પણ કહ્યુ હતું કે, હું શાહરુખની ઘડિયાળ લઈ લઈશ. અનુષ્કાને ખબર હશે કે શાહરુખ ખાન પાસે કેટલુ મોટું કલેક્શન હશે.
તાજેતરમાં દીપિકા પાદુકોણે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાનંઆ સ્કિનકેર રૂટિન શેર કરી રહી છે. આ સાથે જ તેણે પોતાની નવી શરુ કરવામાં આવેલી કંપનીની પ્રોડક્ટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જણાવ્યું. આ વીડિયોમાં તેની સાથે શાહરુખ ખાન પણ હતો. પઠાણની પ્રેસ કોન્ફરન્સ પહેલા તેમણે આ વીડિયો શૂટ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં પણ શાહરુખ ખાને હાથમાં તે ધડિયાળ પહેરી રાખી છે.
આ પણ વાંચો : મૌની રોયનો સુપરહોટ અંદાજ તમે જોયો કે નહી