શાહરુખ ખાન મન્નત છોડીને જઈ રહ્યા છે: બીજું ઘર ભાડે કેમ રાખ્યુ? જાણો કારણ


મુંબઈ, ૨૩ ફેબ્રુઆરી: ૨૦૨૫: બોલીવુડના ‘બાદશાહ’ શાહરૂખ ખાનું ઘર ‘મન્નત’ જે હજારો ફેન્સની ભીડથી ઘેરાયેલું રહે છે, તે આવનારા સમયમાં સૂનું પડવાનું છે. બાદશાહ ખાન તેમના પરિવાર સાથે ભાડાના મકાનમાં શિફ્ટ થવા માટે તૈયાર છે. બોલિવૂડના કિંગ શાહરૂખ ખાને મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. આ એપાર્ટમેન્ટના માલિકો વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા ભગનાની છે. આ માટે શાહરૂખે દર મહિને 11.54 લાખ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે.
શાહરૂખ ખાન પાસે સંપત્તિની કોઈ કમી નથી. મુંબઈ ઉપરાંત, તેમનું દુબઈ અને લંડનમાં પણ પોતાનું ઘર છે. શાહરૂખ પોતાના પરિવાર સાથે મુંબઈમાં મન્નત નામના બંગલામાં રહે છે. બાદશાહ ખાને ભાડાનું મકાન પણ શોધી લીધું છે, જ્યારે તેઓ પોતાની ફેમિલીને શિફ્ટ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, આ મકાનનું ભાડુ કરોડો રૂપિયામાં હશે, પરંતુ આવી સ્થિતિ કેમ આવી કે, શાહરૂખ ખાનને ‘મન્નત’ છોડીને ભાડાના મકાનમાં શિફ્ટ થવુ પડી રહ્યું છે.
શાહરૂખ બંને ફ્લેટ માટે દર મહિને 24.15 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે. એટલે કે દર વર્ષે આશરે રૂ. 2.9 કરોડ. તેણે આ બંને એપાર્ટમેન્ટ ત્રણ વર્ષથી લીધા છે. આ ત્રણ વર્ષમાં, તે બંને એપાર્ટમેન્ટ માટે 8.69 કરોડ રૂપિયા ચૂકવશે. આ ઉપરાંત કિંગ ખાને સિક્યોરિટી ડિપોઝિટ માટે લાખો રૂપિયા પણ આપ્યા છે. લીઝ એગ્રીમેન્ટ્સ 14 ફેબ્રુઆરીના રોજ રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે, જેમાં 2.22 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટિ અને 2,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી પણ આપવામાં આવી છે. બંને એપાર્ટમેન્ટ 3 વર્ષ માટે લીઝ પર આપવામાં આવ્યા છે. બંને એપાર્ટમેન્ટ પૂજા કાસામાં છે, જ્યાં એક એપાર્ટમેન્ટ પહેલા અને બીજા માળે છે અને બીજો સાતમા અને આઠમા માળે છે.
શાહરૂખ ખાનના ઘર મન્નતનું ડેવલપમેન્ટ થવાનું છે. ગત દિવસોમાં ગૌરી ખાને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી મન્નતના વિસ્તારની મંજૂરી માંગી હતી. તેમણે આ પ્રસ્તાવમાં 6 માળની ઈમારતમાં વધારે 2 માળ જોડવાની વાત કહી છે. જેનાથી નિર્મિત ક્ષેત્ર 616.02 વર્ગમીટર વધી જશે. કદાચ આ જ કારણ છે કે, શાહરૂખ ખાન તેમના પરિવારની સાથે ભાડાના મકાનમાં શિફ્ટ થઈ શકે છે, જેથી મન્નતના વિસ્તારનું કામ સારી રીતે થઈ શકે.
આ પણ વાંચો..ઓરીએ જણાવ્યું હાઈપ્રોફાઈલ પાર્ટીઓનું સત્ય, કહ્યું- ‘બીજાઓને ઈમ્પ્રેસ કરવા માટે..’