ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયાવિશેષ

શાહરૂખે ઈન્ટરનેશનલ ઓડિયન્સને કહ્યું, ‘મને ગુગલ કરી લેજો’, ગુગલે આપ્યો જવાબ

મુંબઈ – 13 ઓગસ્ટ : સુપરસ્ટાર શાહરૂખ ખાને તાજેતરમાં જ તેના ચાર્મના જાદુથી આંતરરાષ્ટ્રીય દર્શકોને પણ પ્રભાવિત કર્યા હતા. શાહરૂખ હાલમાં જ સ્વિટ્ઝર્લેન્ડના લોકાર્નો શહેરમાં પહોંચ્યો હતો, જ્યાં તેને લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

શાહરુખ પ્રથમ ભારતીય સેલિબ્રિટી છે જેને લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલના લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ‘પાર્ડો અલ્લા કેરીએરા’ અથવા ‘કરિયર લેપર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઈવેન્ટમાં પહોંચેલા શાહરૂખે ચાહકો સાથે વાતચીત પણ કરી હતી અને તેની ફિલ્મ ‘દેવદાસ’ પણ ત્યાં બતાવવામાં આવી હતી. શાહરૂખે ફિલ્મ ફેસ્ટિવલમાં ચાહકો સાથે લાંબા સવાલ-જવાબ સેશનમાં સર્ચ એન્જિન ગૂગલનો ઉલ્લેખ કર્યો હતો. હવે ગૂગલે શાહરૂખના શબ્દો પર પ્રતિક્રિયા આપી છે.

શાહરુખે કહ્યું, ‘જે મને નથી ઓળખતું તેણે બહાર જવું જોઈએ’
લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં એક ઈવેન્ટમાં ઈન્ટરવ્યુ આપી રહેલા શાહરૂખનો પરિચય કરાવતા પહેલા હોસ્ટે કહ્યું, ‘આ એ લોકો માટે જે તેમણે ઓળખતા નથી, આ રૂમમાં તો એવા લોકો નથી, પરંતુ આ ઈન્ટરવ્યૂ બ્રોડકાસ્ટ પણ થઈ રહ્યો છે તો..’ . શાહરુખે હોસ્ટને અટકાવીને કહ્યું, ‘જેઓ મને નથી ઓળખતા તેમણે બહાર જવું જોઈએ… મારા વિશે ગૂગલ કરો અને પછી પાછા આવો.’ આ સાંભળીને ત્યાં હાજર દર્શકો અને હોસ્ટ પણ ખૂબ હસ્યા.

હવે ગૂગલે શાહરૂખના શબ્દો પર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પોસ્ટ શેર કરતી વખતે, ગૂગલે શાહરૂખને ટેગ કર્યો અને તેના નામની આગળ ત્રણ ક્રાઉન ઇમોજીસ મૂક્યા, જે ‘કિંગ’નું પ્રતીક છે.

શાહરૂખનો ફની ઈન્ટ્રો
જો કે, બાદમાં શાહરૂખે દુનિયાભરમાં તેનો ઈન્ટરવ્યુ જોઈ રહેલા લોકોને પોતાનો એક ઈન્ટ્રો પણ આપ્યો અને તેમાં પણ તેની ટ્રેડમાર્ક સેન્સ ઓફ હ્યુમર દેખાઈ.

જનતાના સવાલોના જવાબ આપતા પહેલા શાહરૂખે કહ્યું, ‘હું શાહરૂખ ખાન છું. હું 58 વર્ષનો છું. હું ભારતીય ફિલ્મોમાં કામ કરું છું. મેં કરેલી મોટાભાગની ફિલ્મો હિન્દીમાં છે. અને હું છેલ્લા 32-33 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છું. મેં થોડું ટેલિવિઝન કર્યું છે, મેં ઘણું સિનેમા કર્યું છે. મારી ફિલ્મોગ્રાફીમાં લગભગ 68 પૂર્ણ લંબાઈની ફિલ્મો છે અને મેં લગભગ 20-30માં મહેમાન ભૂમિકાઓ આપી છે. હિન્દી ફિલ્મોમાં ગેસ્ટ અપીયરન્સનો અર્થ છે કે તમે મફતમાં કામ કરો છો!

શાહરૂખના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે ગયા વર્ષે ત્રણ મોટી હિટ ફિલ્મો આપી – પઠાણ, જવાન અને ડંકી. શાહરૂખે લોકાર્નોમાં પુષ્ટિ કરી હતી કે તે હવે તેની પુત્રી સુહાના ખાન સાથે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે.

 

આ પણ વાંચો : મનુ ભાકર લેશે બ્રેક, આ મોટી ટૂર્નામેન્ટમાંથી થશે બહાર?

Back to top button