IPL 2023: KKRની જીત બાદ SRKની કોહલી સાથેની તસવીર વાયરલ


દેશમાં IPLનો માહોલ છે. ગઈકાલે RCB અને KKR વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી, શાહરૂખ ખાન પણ ટીમને પ્રોત્સાહિત કરવા પહોંચ્યા હતા. KKRની જીત બાદ કિંગ ખાનની ખુશીનો કોઈ પાર ન રહ્યો.
શાહરૂખ ખાન પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા ઈડન ગાર્ડન્સ પહોંચ્યો હતો, જ્યાં તેની દીકરી સુહાના ખાન પણ ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી.
IPLની નવમી મેચ ગુરુવારે અહીં રમાઈ હતી જેમાં KKRએ RCBને ખરાબ રીતે હરાવ્યું હતું. આ જીત બાદ શાહરૂખ ખાનની ખુશીનો કોઈ પાર ન રહ્યો.
SRK and Virat Kohli doing Jhoome Jo Pathaan step together ????????❤️❤️ #KKRvRCBpic.twitter.com/53DZDjkM4v
— S. (@Sobuujj) April 6, 2023
જ્યારે કિંગ ખાન KKRની જીત પછી વિરાટ કોહલીને ગળે લગાડતો અને તેના ગાલ ખેંચતો જોવા મળ્યો હતો, ત્યારે શાહરૂખે પણ ‘પઠાણ’ના આઇકોનિક ગીત ‘ઝૂમે જો પઠાણ’ પર ડાન્સ કર્યો હતો. કિંગ ખાનની સ્ટાઈલે મેદાનમાં હાજર સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
IPL 2023: SRK teaches Virat Kohli 'Jhoome Jo Pathaan' hook step
Read @ANI Story | https://t.co/JBKDUewvw5#SRK #ShahRukhKhan #ViratKohli #KKR #RCB #Pathaan pic.twitter.com/Gmk9kDz5G3
— ANI Digital (@ani_digital) April 7, 2023
તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઈટ રાઈડર્સે 2012 અને 2014માં બે વખત IPL ટ્રોફી જીતી છે. KKRને સપોર્ટ કરવા માટે શાહરૂખ ખાન સતત મેદાનમાં જોવા મળે છે. આ જીત પછીના તમામ ફોટો-વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો, વિરાટ કોહલી સાથે શાહરૂખ ખાનના ફોટાને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.