ટોપ ન્યૂઝમનોરંજન

પીએમ મોદીના યુએસ પ્રવાસ સાથે જોડાયેલા સવાલ પર શાહરૂખ ખાને આપ્યો રસપ્રદ જવાબ

Text To Speech

નવી દિલ્હી: અભિનેતા શાહરૂખ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 31 વર્ષ પૂર્ણ કર્યા છે.

શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ ‘દીવાના’ 25 જૂન 1992ના રોજ રીલિઝ થઈ હતી. આ પ્રસંગે શાહરૂખ ખાને ટ્વિટર પર #AskSrk હેશટેગ સાથે ચાહકોના સવાલોના જવાબ આપ્યા હતા.

શાહરૂખ ખાન તેની એક્ટિંગ, રોમેન્ટિક ઈમેજ તેમજ તેના મજેદાર જવાબ માટે જાણીતો છે.

રવિવારે જ્યારે એક પ્રશંસકે પીએમ મોદીના અમેરિકન પ્રવાસ સાથે સંબંધિત પ્રશ્ન પૂછ્યો, ત્યારે શાહરૂખની તે જ સ્ટાઈલ ફરી જોવા મળી.

અસલમાં વડાપ્રધાન મોદીના સ્વાગત માટે દક્ષિણ એશિયાના એક જૂથે અમેરિકન વ્હાઇટ હાઉસની બહાર પ્રદર્શન કર્યું હતું. આ ગ્રૂપે જે ગીત પર તેમનું પર્ફોર્મન્સ આપ્યું હતું તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલ સે’નું પ્રખ્યાત ગીત ‘છૈયા છૈયા’ હતું.

આ પર્ફોર્મન્સના સંદર્ભમાં શાહરૂખ ખાનને પ્રશ્ન કરતાં એક ચાહકે તેને ટ્વિટર પર પૂછ્યું કે, તમે આના પર શું કહેવા માગો છો?

જવાબમાં શાહરૂખે લખ્યું કે, ‘કાશ! હું ત્યાં ડાન્સ કરવા માટે હાજર હોત, પણ કદાચ તેઓ ટ્રેનને અંદર જવા દેતા નહીં.

છૈયા છૈયા ગીતમાં શાહરૂખ ખાન અને મલાઈકા અરોરા ટ્રેનના ડબ્બામાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો- RBI ગવર્નર શક્તિકાંત દાસે બે હજારની નોટ પરત ખેંચવા પર આપ્યું મોટું નિવેદન; કહ્યું- નકારાત્મક અસર….

Back to top button