શાહરૂખ ખાન રોજ ફક્ત એક વાર જમે છે, અનેહેલ્ધી રૂટિન સાંભળીને ફેન્સ થયા હેરાન
- શાહરૂખ ખાન સવારે ઊંઘે છે તેવું ઘણી વખત સામે આવ્યું છે, પરંતુ હવે કિંગ ખાને તેની દિનચર્યાનો ખુલાસો કર્યો છે
17 ઓગસ્ટ, મુંબઈઃ શાહરૂખ ખાન 58 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ, ચાર્મિંગ અને ફેબ્યુલસ લાગે છે. આ ઉંમરે પણ દરેક વ્યક્તિ તેની ઉર્જાનાં વખાણ કરતાં થાકતા નથી. શાહરૂખ ખાન સવારે ઊંઘે છે તેવું ઘણી વખત સામે આવ્યું છે, પરંતુ હવે કિંગ ખાને તેની દિનચર્યાનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે તે કયા સમયે જાગે છે, કયા સમયે સૂવે છે, ક્યારે જમે છે અને ક્યારે વર્કઆઉટ કરે છે. કિંગ ખાનનું રૂટિન સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
એથલીટ હતો શાહરૂખ ખાન
ધ ગાર્ડિયન સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં શાહરૂખ ખાને પોતાની દિનચર્યાનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. તેણે કહ્યું કે જ્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તે એથલીટ હતો અને તે સિક્સ પેક એબ્સ બનાવવા ઈચ્છતો હતો. તેણે કહ્યું, જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે હું એથલીટ હતો. મારા જીવનનું સપનું હતું કે મારે સિક્સ પેક એબ્સ હોય, હું સફેદ વેસ્ટ પહેરું, મારી બાહોંમાં એક સ્ત્રી હોય, મારા ચહેરા પર લોહી હોય અને હાથમાં બંદૂક હોય. મારું સપનું હતું કે રૂમમાં અંદર જવું અને જ્યારે કોઈ કહે કે હું કોણ છું તો એ બધાને ગોળી મારી દઉં.
કેવી છે શાહરૂખ ખાનની દિનચર્યા?
આ દરમિયાન શાહરૂખ ખાને કહ્યું, “હું રોજ સવારે પાંચ વાગ્યે સૂઈ જાઉં છું. જ્યારે માર્ક ઝકરબર્ગ જાગે છે ત્યારે હું સૂઈ જાઉં છું અને પછી જો હું શૂટિંગ કરતો હોઉં તો નવ અને દસ વાગ્યાની આસપાસ જાગી જાઉં છું. ત્યારબાદ હું લગભગ 2 વાગ્યાની આસપાસ ઘરે જઉં છું, બાથ લઈને વર્કઆઉટ કરું છું અને પછી સૂવું છું. આ જ ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને ખુલાસો કર્યો હતો કે તે દિવસમાં માત્ર એક જ વાર જમે છે.
શાહરૂખ ખાનનું રૂટિન સાંભળીને ફેન્સ હેરાન
શાહરૂખ ખાનના ચાહકો આ રૂટિન સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે આ ફોલો કરવા માટે એક આદર્શ જીવનશૈલી નથી. જોકે હું તેની એનર્જી અને ડ્રાઈવ જોઈને હેરાન છું. અન્ય યુઝરે લખ્યું છે કે, આટલો ખરાબ શિડ્યૂઅલ કિંગ ખાન. અન્ય યુઝરે લખ્યું કે તે દુઃખની વાત છે અને આ ખૂબ અનહેલ્ધી છે.
આ પણ વાંચોઃ ‘કામના બદલામાં સેક્સ…’ કાસ્ટિંગ કોઓર્ડિનેટરે અભિનેત્રીને મોકલ્યા અભદ્ર મેસેજ, મિત્રએ શેર કરી ચેટ