ટ્રેન્ડિંગમનોરંજન

શાહરૂખ-ગૌરી, રણબીર-આલિયા કે વિરાટ-અનુષ્કા, કોણ છે સૌથી અમીર જોડી?

Text To Speech
  •  રણબીર કપૂર- આલિયા ભટ્ટ, રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન-ગૌરી ખાન, વિરાટ કોહલી-અનુષ્કા સહિત એવા કેટલાય ઓફ સ્ક્રીન કપલ છે, જેમની પર ફેન્સ પ્રેમ લુંટાવે છે. આ બધામાંથી સૌથી અમીર જોડી કોણ છે?

સિનેમાની દુનિયામાં એક બાજુ જ્યાં સેલિબ્રીટીઝ ઓનસ્ક્રીન દર્શકોની વાહવાહી મેળવતા રહે છે, તો બીજી બાજુ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. સેલિબ્રિટીઝની ઓનસ્ક્રીન જોડી નહીં, પરંતુ ઓફસ્ક્રીન જોડી પણ ફેન્સના દિલોદિમાગ પર રાજ કરે છે. રણબીર કપૂર- આલિયા ભટ્ટ, રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન-ગૌરી ખાન, વિરાટ કોહલી-અનુષ્કા સહિત એવા કેટલાય ઓફ સ્ક્રીન કપલ છે, જેમની પર ફેન્સ પ્રેમ લુંટાવે છે. શું તમે જાણો છો સૌથી અમીર જોડી કોની છે?

શાહરૂખ-ગૌરી, રણબીર-આલિયા, વિરાટ-અનુષ્કા કે રણવીર-દીપિકા, કોણ છે સૌથી અમીર? hum dekhenge news

શાહરુખ-ગૌરી છે નંબર વન

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન પ્રોફેશનલી નહીં, પરંતુ પર્સનલી પણ દિલ જીતવાની કળા જાણે છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાન સૌથી વધુ નેટવર્થ ધરાવતા બોલિવુડના સેલિબ્રીટી કપલ છે. કપલની નેટવર્થ 8096 છે. શાહરૂખ ખાન એક્ટિંગની દુનિયાનો બાદશાહ છે, તો ગૌરી ખાન ઈન્ટિરિયર ડિઝાઈનર છે.

કયા છે અન્ય અમીર કપલ?

આ લિસ્ટમાં બીજા નંબર પર રાની મુખર્જી અને આદિત્ય ચોપરા છે, જેની કમ્બાઈન નેટવર્થ 7400 કરોડ રુપિયા છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે સોનમ કપુર અને તેનો બિઝનેસમેન પતિ આનંદ આહુજા છે. તેમની નેટવર્થ 4900 કરોડ રુપિયા છે.

શાહરૂખ-ગૌરી, રણબીર-આલિયા, વિરાટ-અનુષ્કા કે રણવીર-દીપિકા, કોણ છે સૌથી અમીર? hum dekhenge news

જાણો અન્ય જાણીતા કપલ્સની નેટવર્થ

અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્નાઃ રૂ 3542 કરોડ
અમિતાભ બચ્ચન-જયા બચ્ચનઃ રૂ 2994
સૈફઅલી ખાન-કરીના કપુરઃ રૂ 1968 કરોડ
વિરાટ કોહલી-અનુષ્કા શર્માઃ રૂ 1300 કરોડ
ઐશ્વર્યા રાય બચ્ચન-અભિષેક બચ્ચનઃ રુ. 1006 કરોડ
દીપિકા પાદુકોણ-રણવીર સિંહઃ રૂ 744 કરોડ
રણબીર કપુર-આલિયા ભટ્ટઃ રૂ 720 કરોડ

આ પણ વાંચોઃ રાતે જમ્યા બાદ ટહેલવું કેમ છે જરૂરી? જાણો તેના અઢળક ફાયદા

Back to top button